ઝી બ્યૂરો, વડોદરાઃ દિવાળીનો તહેવાર આવતા જ લોકો પોતાના વતન ફરવા જતા હોય છે. જેથી એસ.ટી., પ્રાઈવેટ ટ્રાવેલ્સ અને રેલવે સહિતના પરિવહનના સાધનોમાં મુસાફરોની સંખ્યામાં સતત વધારો થતો હોય છે. ત્યારે વડોદરામાં પણ દિવાળીના તહેવારોને પગલે મુસાફરોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. એ જોતાં વડોદરા એસટી વિભાગે વધારાની બસો દોડાવવાનું નક્કી કર્યું છે. વડોદરા એસટી વિભાગે મુસાફરોનો ધસારો જોતા દિવાળીના તહેવારોમાં બસો વધારવાનો નિર્ણય લીધો છે. જેને પગલે હવે દિવાળીના તહેવારોમાં વડોદરા એસટી વિભાગ કુલ 400 થી પણ વધારે બસો દોડાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવાળીના તહેવારોમાં લોકોને અવરજવરમાં અનુકૂળતા રહે તે માટે ST તંત્ર દ્વારા વધારાની બસો દોડાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. દિવાળીના પર્વ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દક્ષિણ ગુજરાત અને ગોધરા, દાહોદ તરફ વધારાની બસો દોડાવવામાં આવશે. વડોદરા એસટી વિભાગ દ્વારા દિવાળી વેકેશન દરમિયાન બસના તમામ રૂટ ઉપર 405 બસો દોડાવવાનું આયોજન કરાયું છે. જ્યારે સુરત તરફ પણ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન હાથ ધરાયું છે.


વધુ 45 બસો દોડાવવાનું આયોજન:
વડોદરા એસટી વિભાગના આસિસ્ટન્ટ ટ્રાફિક સુપ્રિડેન્ડેન્ટ રમેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, વધુ 45 બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી અને પાવાગઢ જેવા યાત્રાધામો માટે પંચમહાલ જિલ્લા એસટી વિભાગ દ્વારા આયોજન કરવામાં આવે છે. સામાન્ય દિવસોમાં 60થી 65 લોકો મુસાફરો મુસાફરી કરી કરે છે. દિવાળીના તહેવારોમાં રોજ 90 હજારથી 1 લાખ લોકો મુસાફરી કરે છે. વતનમાં જવા માટે ધસારો શરૂ થઇ ગયો હતો.


દિવાળીને ધ્યાને લઇને પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ એસટી બસોમાં વધારાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરા એસટી વિભાગમાં આવતા પાદરા, કરજણ, ડભોઇ, છોટાઉદેપુર, બોડેલી અને વાઘોડિયા એસટી ડેપોમાંથી 8-8 બસો મંગાવી લેવામાં આવી છે. જો વધુ બસોની જરૂરીયાત ઉભી થશે તો, સ્કૂલો-કોલેજોમાં વેકેશન હોવાથી વિદ્યાર્થી ટ્રીપોની બસો પણ ઉપયોગમાં લેવામાં આવશે. વડોદરા એસટી વિભાગ દ્વારા દિવાળી વેકેશન દરમિયાન બસના તમામ રૂટ ઉપર 405 બસો દોડાવવાનું આયોજન કરાયું છે.

એસટી નિગમે, દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના પર્વ નિમિત્તે વિશેષ આયોજન કર્યુ છે. રાજ્યભરમાં જુદા-જુદા રૂટો પર એકસ્ટ્રા બસો દોડાવવામાં આવનાર છે. આ અંગેની એસટી નિગમના અધિકારી સૂત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ દિવાળીના તહેવારો દરમિયાન વડોદરા સહિત રાજ્યભરમાં એસટી નિગમ દ્વારા 1500થી વધુ એકસ્ટ્રા બસો દોડાવવામાં આવનાર છે. ખાસ કરીને સૌથી વધુ સુરત ખાતેથી વધારાની બસો ઓપરેટ કરવામાં આવશે. દિવાળી દરમિયાન વડોદરા એસ.ટી.વિભાગ દ્વારા મુસાફરોના ધસારાને પહોંચી વળવા 24 કલાક એસ.ટી.ની સુવિધા ચાલુ રાખવા ચોક્કસ આયોજન હાથ ધરાયું છે.


ST બસોમાં એડવાન્સ ટિકિટ બુકિંગમાં વધારો:
દિવાળી પર્વ દરમિયાન વતનમાં જવા તથા હરવા ફરવા માટે લોકોએ એડવાન્સ ટિકિટ બુક કરાવી છે. દિવાળીના તહેવારોને લઇને ST બસોના એડવાન્સ ટિકિટ બુકિંગમાં વધારો જોવા મળી રહ્યો છે. દિવાળી વતનમાં મનાવવી રજાઓમાં પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ હરવા-ફરવા જવાનું ચલણ વધુ હોવાથી લોકો બહાર નીકળી રહ્યા છે. આ સિવાય આ વર્ષે રૂટીન સંચાલનમાં દોડતી બસોમાં નિયત ભાડુ લેવાશે.