ઝી બ્યૂરો, અમદાવાદઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશના અન્ય સ્મારકોમાં સૌથી વધુ કમાણી કરતું પ્રવાસન ધામ બન્યું છે.આ દિવાળી વેકેશનમાં રોજના હજારોની સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે.આ દિવાળી વેકેશનમાં સ્ટેટ્યૂ ઓફ યુનિટીની વિશેષતા એ છે કે અહીં આવતા પ્રવાસીઓને હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે અન્ય 17 જેટલા પ્રોજેક્ટ પણ જોવા મળી રહ્યા છે. દિવાળીના મીની વેકેશનમાં 4 દિવસમા લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવી ચુક્યા છે.પ્રવાસીઓએ 3 કલાક સુધી લાંબી લાઈનોમાં ઉભા રહી પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રવાસીઓ અત્યાર સુધી સરદાર વલ્લભભાઈની વિશાળ પ્રતિમા રસ્તાના માર્ગે અને આકાશ માર્ગે જોઈ શકતા હતા હવે પ્રવાસીઓ સ્ટેટ્યૂને જળ માર્ગે પણ નિહાળે છે.વિશાળ વ્યક્તિત્વ ધરાવતા સરદાર વલ્લભભાઈ પટેલના મહાકાય સ્ટેચ્યુના લોકાર્પણને ત્રણ વર્ષ વીતી ગયા ત્યારે ક્રૂઝ બોટમાં બેસી પ્રવાસીઓ પાણીના પ્રતિબીંબ માંથી ઉભરતી પ્રતિમા જોવાનો લ્હાવો આ વર્ષે મેળવી રહ્યા છે.


આ ક્રુઝ બોટમાં ફરવા આવતા પ્રવાસીઓ માટે બે નવા પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ક્રુઝમાં હવે ક્લચર પોગ્રામ પણ નિહાળવા મળશે.સાથે સાથે ગોવામાં ક્રુઝમાં ડિનર હોય છે એમ નર્મદામાં ફરતી ક્રૂઝમાં પણ પ્રવાસીઓ હવે પોતાની મનગમતી વાનગી જમવા મળશે. જેના માટે હોટલ તરફથી સ્પેશિયલ આયોજન કરવામાં આવ્યું છે હવે ક્રુઝની સફર સાથે ડાન્સ અને ડિનર પણ કરવામાં મળશે.


સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા એકતા નગરીમાં દિવાળીની ઉજવણીને લઈ ઝગમગાટ કરવામાં આવ્યો છે. સમગ્ર કેવડિયા અને સ્ટેચ્યુ વિસ્તારમાં 35 થી 40 કરોડના ખર્ચે 3 કરોડ LED લાઈટોનો શણગાર કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ અને ગ્લો ગાર્ડન ઝગમગી ઉઠ્યું છે.નર્મદા નિગમ દ્વારા વિદેશમાં જેમ લાઇટિંગ વાળા ગાર્ડન હોય છે તેમ હવે કેવડિયામાં પણ ગ્લો ગાર્ડન બનાવવામાં આવ્યું છે. દિવાળીમાં કેવડિયા નગરીને એક દુલ્હનની જેમ શણગારવામાં આવી છે.ગ્લો ગાર્ડનનું પ્રવાસીઓમાં એક ખાસ આકર્ષણ છે.