અમદાવાદ : સમગ્ર ગુજરાતમાં દિવાળી પર્વની રાજકોટમાં ધામધૂમથી ઉજવણી કરી હતી. ચોપડા પૂજન કર્યા બાદ વેપારીઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. નાગરિકોએ પણ મોટા પ્રમાણમાં ફટાકડા ફોડીને અને ધાર્મિક પુજન વિધિ કરીને ઉજવણી કરી હતી. સમગ્ર ગુજરાતમાં દિવાળીના પર્વને પગલે નાગરિકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત ગુજરાતનાં તમામ મહાનગરો, નગરો અને ગામડા સહિતના વિસ્તારોમાં લોકો ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી  કરી રહ્યા છે. પોલીસ કમિશ્નરના જાહેરનામા મુજબ રાત્રે 10 વાગ્યા સુધી જ લોકો ફોડી ફટાકડા શકશે. શેરી-ગલ્લીમાં લોકો ઘરની બહાર જ ફટાકડા ફોડી રહ્યા છે.


ભગવાન શ્રી રામ લંકા પર વિજય મેળવી પરત અયોધ્યા પહોંચતા દિવાળી ઉજવવાની પરંપરા છે. ઢોલ વગાડી શેરીમાં ફટાકડા ફોડી કરી ઉજવણી કરી હતી. જાહેરનામું હોવાથી લોકો આ વર્ષે વહેલા ફટાકડા ફોડી રહ્યા છે. ફટાકડાની સાથે ઢોલના તાલે રાસ-ગરબાની રમઝટ પણ બોલાવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube