નવનીત દલવાડી, ભાવનગર: ભાવનગર શહેર જિલ્લામાં ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે, મહત્તમ તાપમાન 39-40 ડિગ્રી નોંધાઇ રહ્યું છે, સામે ભેજનું પ્રમાણ પણ વધી રહ્યું છે, જ્યારે 25 થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે લુ ફૂંકાઈ રહી છે. બળબળતી ગરમીથી બચવા લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જેના કારણે શેરી, મહોલ્લા અને શહેરના મુખ્યમાર્ગો સૂમસામ ભાસી રહ્યા છે. ત્યારે લુ લાગવાથી બચવા લોકોએ શું કરવું જોઈએ, કેવા પદાર્થો ખાવા જોઈએ, વગેરે બાબત ડોકટર પાસેથી જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાલુ વર્ષે ઉનાળામાં સૂર્યદેવ પોતાનું રૌદ્રરૂપ દેખાડી રહ્યા છે, જેના કારણે ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને 25 થી 30 કિમી ની ઝડપે લૂ ફૂંકાતા ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ગઈ કાલે બપોરે બળબળતી ગરમીથી લૂ લાગવાથી એક શ્રમિક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. અતિશય ગરમીમાં મોટાભાગે લોકો બહાર નીકળવાનું ટાળતા હોય છે. તેમ છતાં બહાર નીકળવા નું થાય તો શું કરવું જોઈએ, કેવા પ્રકારના નું ધ્યાન રાખવું જોઈએ તે અંગે ઝી મીડિયા એ ભાવનગર સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના હેડ ડો. સમીર શાહ સાથે વાત કરતા તેમણે લૂથી બચવા અને લૂ લાગે તો શું કરવું જોઈએ તે અંગેના ઉપાયો બતાવ્યા હતા.

આ ગુજ્જુએ નાનપણમાં સરપંચ જોવાનું સપનું સેવ્યું પણ હવે ઓસ્ટ્રેલિયામાં લડશે લોકસભાની ચૂંટણી


સમાન્ય રીતે લોકો ગરમીમાં બહાર નીકળવાનું ટાળતા હોય છે પરંતુ ના છૂટકે બહાર નીકળવાનું થાય છે. ત્યારે આપણે ઉતાવળ ના કારણે થોડી તકેદારી રાખવાનું ભૂલી જતા હોઈએ છીએ. આપણા શરીરનું તાપમાન ગરમીના કારણે સામાન્યમાંથી 104 ડિગ્રીની ઉપર ચાલ્યું જાય તેને લૂ લાગી છે એમ ગણી શકાય. એવા સમયે વ્યક્તિને સખત માથું દુખે, ચક્કર આવે, આંખે અંધારા આવે અને પરસેવો થતો બંધ થઈ જાય એ લૂ લાગવાના લક્ષણ છે. 

હવે કેશોદથી મુંબઇ માત્ર માત્ર 1 કલાક 25 મિનિટમાં પહોંચી જશો, આ તારીખથી પોરબંદર-દિલ્હી ફ્લાઇટ શરૂ થશે


સમાન્ય રીતે માનવીના શરીરનું તાપમાન 37 ડિગ્રી સેન્ટિગ્રેટ હોય છે, એમાં અચાનક વધારો થવા લાગે, પગમાં દુખાવો થાય, વધુ થાક લાગે તો સમજવું કે તમને લૂ લાગી છે. આવા સમયે તરત તડકામાંથી છાંયામાં ચાલ્યા જવું કોઈ વ્યક્તિને લૂ લાગે અને એ બેભાન જેવો થઈ જાય તો તાત્કાલિક તેની બગલમાં બરફનો ટુકડો બંને તરફ મૂકી દેવો જેનાથી તેનું ટેમ્પ્રેચર નીચું આવી જશે. 


લૂથી બચવા તરસ લાગે કે ના લાગે થોડું થોડું પાણી પીતા રહેવું જોઈએ. વધારેમાં વધારે લિકવિડ ખોરાક લેવો જોઈએ અને પૂરતું શરીર ઢંકાય એવા વસ્ત્રો પહેરવા જોઈએ, ડાર્ક રંગના કપડાં પહેરવાથી ગરમી વધુ લાગે છે એવા સમયે બને તો શ્વેત વસ્ત્રો પહેરવાથી ગરમી સામે રક્ષણ મળે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube