ગાંધીનગર: આજે દેશભરમાં કોરોનાની મહામારી વચ્ચે સાવચેતી સાથે ભાઇ-બહેન પવિત્ર પર્વ રક્ષાબંધનના તહેવારની ઉજવણી થઇ રહી છે. તો બીજી તરફ લોકોએ ઉજવણી કરવાનું ટાળી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પરંપરાગત રીતે મુખ્યમંત્રી નિવાસ સ્થાનમાં થતી રક્ષાબંધન પર્વની ઉજવણી નહીં કરે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય રીતે રક્ષાબંધન પર્વના દિવસે વર્ષોની પરંપરા રહી છે કે રાજ્યભરમાંથી મહિલાઓ મોટી સંખ્યામાં મુખ્યમંત્રીને હાથમાં રક્ષા એટલે કે રાખડી બાંધતી હોય છે. જોકે કોરોનાના વર્તમાન આ સમયગાળાને ધ્યાનમાં રાખીને આજે આ પ્રકારની કોઈ ઉજવણી મુખ્યમંત્રી નિવાસસ્થાને નહીં થાય. 


મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જ ઓગસ્ટ મહિનાના કોઈ તહેવારની ઉજવણી સ્વયંભૂ નહીં કરવાની જ અગાઉ અપીલ કરવામાં આવી હતી. 


અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કુલ 1101 નવા કેસ નોંધાયા તો વધુ 22 દર્દીઓના મોત થયા છે. સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 805 દર્દીઓએ કોરોનાને માત આપી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર