Surat News : ભારતમાં 33 કરોડ દેવીદેવતાઓ પૂજાય છે. દરેક જ્ઞાતિના ભગવાન અલગ છે. લોકો ઘરમાં મંદિર રાખીને તેમની પૂજા કરે છે. લોકોના ઘરમાં દેવીદેવતાઓની અસંખ્ય મૂર્તિઓ, ફોટા જોવા મળતા હોય છે. પરંતુ જયારે આ તસવીરો અને મૂર્તિ જૂની થઈ જાય ત્યારે લોકો તેને કચરામાં ફેંકી દે છે. જે ભગવાનનું અપમાન કહેવાય. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સુરત પાલિકા દ્વારા ધાર્મિક ફોટોનું કલેક્શન કરવાનું સેન્ટર ઉભું કરાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત મહાનગર પાલિકા દ્વારા ધાર્મિક અભિયાન શરુ કરાયું છે. જે અંતર્ગત ધાર્મિક ફોટા કલેક્શન સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં હાલ ઘરઘરમાં લોકોએ દિવાળી માટે સાફ સફાઈ અભિયાન ચાલુ કર્યું છે. લોકો આવામાં લોકો નકામો કચરો ઘરની બહાર ફેંકી દે છે. આ સાથે જ લોકો ભગવાનની નવી તસવીરો અને મૂર્તિઓ લાવે છે. પરંતું ઘરમાં રહેલા ભગવાન ના જુના ફોટા મૂર્તિઓનો પણ નિકાલ કચરામાં કરવામાં આવે છે. ત્યારે આ પ્રકારે કોઈ ધાર્મિક લાગણી નહિ દુભાય તે માટે સુરત મહાનગર પાલિકા દ્વારા એક અભિયાન શરુ કરવામાં આવ્યું છે.


ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દોહિત્રી આવી આઈટીની રેડની ઝપેટમાં


દિવાળી દરમ્યાન સાફસફાઈમાં નીકળતા ભગવાનના તેમજ ધાર્મિક ફોટાને હવેથી સુરત મહાનગર પાલિકાના તમામ ઝોન ઓફિસમાં સ્વીકારવામાં આવશે. આ માટે સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, તમારા ઘરમાં રહેલા ખંડિત અને જુના ભગવાનના ફોટા ઝોન વોર્ડ ઓફિસમાં સ્વીકારવામાં આવશે. તેને કચરામાં ફેંકતા નહિ.


સુરત મહાનગરપાલિકા ભગવાનના જૂના ફોટોનો સ્વીકાર કરશે. વિગતો મુજબ દિવાળીની સફાઈને ધ્યાને રાખીને મનપા દ્વારા આ નિર્ણય કરાયો છે. સફાઈ કરી લોકો ભગવાનના  ફોટો ખુલ્લામાં ગમે ત્યાં મૂકી દેતાં હોઇ લોકોની લાગણી દુભાય છે. જોકે હવે સુરતના મનપાના પાલ વોર્ડ દ્વારા સર્વપ્રથમ ફોટા સ્વીકારવાની શરૂઆત કરાઈ હતી. જે બાદમાં લોકોનો સારો પ્રતિસાદ મળતા શહેરના તમામ વોર્ડમાં જૂના ફોટો સ્વીકારવાની શરૂઆત કરાઇ છે. મહત્વનું છે કે, સવારે 7થી 11 અને બપોરે 2થી સાંજે 5.20 વાગ્યા સુધી ફોટો સ્વીકારાશે.


ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન : હું રાજકારણમાં રહી ડબલ રોલમાં આવી શકું છું