કોરોના વાયરસને કારણે વિનસ હોસ્પિટલના ડોક્ટર હિતેશ લાઠીયાનું નિધન
કોરોના વાયરસનો કેર યથાવત છે. સુરતમાં કોરોનાએ વધુ એક કોરોના વોરિયર્સનો ભોગ લીધો છે.
ચેતન પટેલ/સુરતઃ રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 66 હજારને નજીક પહોંચી ચુકી છે. તો સુરતમાં અત્યાર સુધી 14 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ મહામારીએ સુરતમાં અત્યાર સુધી 463 લોકોના ભોગ લીધા છે. કોરોના સંક્રમમણને કારણે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા ડોક્ટરો, નર્સ, પોલીસકર્મી, મેડિકલ સ્ટાફના લોકો પણ આ વાયરસનો ભોગ બન્યા છે.
કોરોનાએ વધુ એક ડોક્ટરનો ભોગ લીધો
સુરતમાં કોરોના વાયરસે વધુ એક ડોક્ટરનો ભોગ લીધો છે. વિનસ હોસ્પિટલમાં RMO તરીકે ફરજ બજાવતા ડોક્ટર હિતેશ લાઠિયાનું કોરોનાને કારણે મૃત્યુ થયું છે. તેમનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ છેલ્લા 10 દિવસથી સારવાર હેઠળ હતા.
ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતોને વધુ બે કલાક વીજળી મળશેઃ સરકારની જાહેરાત
ડોક્ટરનું કોરોનાને કારણે મૃત્યુ થવાને કારણે સાથે કામ કરી રહેલા અન્ય મેડિકલ સ્ટાફમાં પણ શોકનો માહોલ છે. મહત્વનું છે કે આ પહેલા કોરોનાને કારણે સુરતમાં એક વરિષ્ઠ નર્સે પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube