રક્ષિત પંડ્યા/રાજકોટઃ રાજકોટ સરકારી હોસ્પિટલના એક ડોક્ટર કોરોના વાયરસનો શિકાર બન્યા છે. શહેરની સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ડોક્ટરને રાજ્ય સરકારે ડેપ્યુટેશન પર અમદાવાદ મોકલ્યા હતા. તેઓ કોરોના દર્દીઓની સારવાર કરી રાજકોટ પરત ફર્યા બાદ તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં કુલ કેસોની સંખ્યા 119
સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવાની સાથે રાજકોટ જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 119 થઈ ગઈ છે. દિવસ દરમિયાન બીજો પોઝિટિવ કેસ નોંધાયો છે. આ ડોક્ટર અમદાવાદમાં કોવિડ હોસ્પિટલમાં ડેપ્યુટેશન પર આવ્યા હતા. રાજકોટથી રાજ્ય સરકારે 22 ડોક્ટરોને અમદાવાદમાં કોરોના દર્દીઓની સારવાર માટે મોકલ્યા હતા. ત્યારબાદ સિવિલના ડોક્ટર પરત ફર્યા ત્યારે તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. 


બનાસકાંઠામાં કોરોના વાયરસના 9 કેસ નોંધાયા, જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 125  


રાજકોટ શહેરમાં 86 કેસ
રાજકોટ શહેરમાં અત્યાર સુધી કોરોના વાયરસના 86 કેસ નોંધાયા છે. આજે સવારે અમદાવાદથી ઝડપાયેલા એક આરોપીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો રાજકોટ ગ્રામ્યમાં અત્યાર સુધી 33 કેસ નોંધાયા છે. આમ અત્યાર સુધી કુલ જિલ્લામાં 118 કેસ નોંધાયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર