રાજકોટમાં PPF કીટ પહેરીને ગરબે રમ્યા ડોક્ટર, વીડિયો થયો વાયરલ
પીપીઈ કીટમાં ગરબા રમતા ડોક્ટરનો વીડિયો વાયરલ થયો હતો. તેઓ હોસ્ટેલ કમ્પાઉન્ડમાં ગરબા રમી રહ્યાં છે.
રાજકોટઃ ગુજરાતીઓ માટે નવરાત્રિના નવ દિવસ એટલે આનંદ-ઉત્સવનો તહેવાર. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણને કારણે ગરબાના જાહેર કાર્યક્રમો યોજાઈ રહ્યાં નથી. સરકારે ગરબા કાર્યક્રમોને મંજૂરી આપી નથી. પરંતુ ગરબા પ્રેમીઓ પોતાનો શોખ પૂરો કરવા માટે જ્યાં તક મળે ત્યાં ગરબા કરી લેતા હોય છે. ત્યારે રોજકોટની સમરસ કોવિડ હોસ્ટેલના ડોક્ટર ગૌરવ ગોહિલને પણ ગરબાનો શોખ છે. તેમણે આ શોખને પૂરો કરવા માટે PPE કીટ પહેરીને ગરબા રમવાનો નિર્ણય લીધો હતો. તેમણે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ રાસ ગરબા લીધા હતા. આ દરમિયાન યાદ સજણ કી આઈ ગીત વાગી રહ્યું હતું.
વીડિયો થયો વાયરલ
પીપીઈ કીટમાં ગરબા રમતા ડોક્ટરનો વીડિયો વાયરલ થયો હતો. તેઓ હોસ્ટેલ કમ્પાઉન્ડમાં ગરબા રમી રહ્યાં છે. મોખે યાદ સજણ કી આઈ ગીત પર ડોક્ટર ગરબા રમી રહ્યાં છે. આ રીતે ડોક્ટરે પોતાનો શોખ પૂરો કર્યો હતો.
જેતપુર : વેપારીના આંખમાં ચટણી નાંખીને બે શખ્સોએ 700 ગ્રામ સોનું લૂંટી લીધું
આ અંગે સમરસ હોસ્ટેલ ખાતે ફરજ બજાવતા ડોક્ટર ગોહિલે કહ્યુ કે, હું દર વર્ષે ગરબા રમવા જતો હોવ છું. પરંતુ આ વખતે મારી કોરોનાની ડ્યૂટી છે. તો ગરબાનો શોખ પૂરો કરવા માટે હું પીપીઈ કીટ પહેરીને ગરમો ઘૂમ્યો હતો. આ સાથે તેમણે લોકોને કોવિડના નિયમોનું પાલન કરવા અને વાયરસથી બચવાની પણ અપીલ કરી હતી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube