ચેતન પટેલ/સુરતઃ હાલમાં સમગ્ર દેશ-વિદેશમાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે ડોક્ટરો, નર્સને કોરોના વોરિયર્સ તરીકે માન-સન્માન આપવામાં આવી રહ્યું છે. આવા સમયમાં સુરતના એક તબીબ દ્વારા હેવાનિયતભર્યું કૃત્ય કરવામાં આવ્યું હતું. જેમાં 16 વર્ષની ટ્રેઇની નર્સની છેડતી કરવામાં આવતી હતી. આ સાથે આ કિશોરીના ગાલ પર અને કપાળ પર ચુંબન કરવામાં આવતું હતું. કિશોરીએ હિંમત દાખવી સમગ્ર ઘટના અંગે તેના પિતાને જાણ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. હાલ આ બનાવમાં લિંબાયત પોલીસે પોસ્કો એક્ટ અને છેડતીની ફરિયાદ નોંધી નરાધમ તબીબની ધરપકડ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૂળ વડોદરા જિલ્લાના આદિવાસી પરિવારની 16 વર્ષની કિશોરી રાજપીપળા ખાતે ANMનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ટ્રેનિંગ માટે સુરત આવી હતી. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી પંકજ હોસ્પિટલમાં તે ટ્રેનર તરીકે ફરજ બજાવતી હતી. આ કિશોરી સાથે અન્ય ચાર વિદ્યાર્થિનીઓ પણ ત્યાં જ  ટ્રેઈની તરીકે ફરજ બજાવતી હતી. છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલના તબીબ જીજાબરાવ પાટીલ  દ્વારા આ વિદ્યાર્થીઓ સાથે મજાક મસ્તી કરતા હતા અને કોઇ પણ કારણ વિના તેને બાથમાં ભીડી લેતા હતા. ગતરોજ આ તરુણીને હર્નિયાનું ઓપરેશન હોય જેને કારણે ઓપરેશન થિયેટરમાં સાધનોની ગોઠવણી કરવાનું કહી તેને અંદર બોલાવવામાં આવી હતી. કિશોરી ઓપરેશન થિએટરની અંદર આવતાની સાથે જ તબીબ તેના ગળા પર કિસ કરવા લાગ્યા હતા. ગભરાયેલી તરૂણીએ કોઈ વિરોધના કરતાં તબીબે તેને કપાળના ભાગે, બંને ગાલે અને હોઠ પર પણ કિસ કરી હતી.


કોરોના કાળમાં આત્મહત્યા કરનાર રત્નકલાકારોના પરિવારની વ્હારે આવ્યા આ લોકો


આ ઘટના બાદ તરૂણીએ ત્યાંથી ભાગી છૂટી હતી અને બાદમાં રસોડામાં જઈ રડવા માંડી હતી. સાથી મિત્રને રડતા જોઇ અન્ય વિદ્યાર્થિનીઓ પણ દોડી આવી હતી અને રડવાનું કારણ પૂછ્યું હતું. કિશોરીએ નરાધમ તબીબની હેવાનિયત અંગે તમામ હકીકતો સંભળાવી હતી. બાદમાં કિશોરીએ હિંમત દાખવી આ અંગે તેના પિતાને જાણ કરી હતી. પુત્રીની વાત સાંભળતા જ પિતા તાત્કાલિક ધોરણે સુરત દોડી આવ્યા હતા અને આ અંગે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે લિંબાયત પોલીસે પોસ્કો એક્ટ અને છેડતીની ફરિયાદ તબીબ વિરુદ્ધ નોંધાવી હતી અને તેમની ધરપકડ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી મૂક્યો છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube