ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદમાં કોરોના વાયરસને લઈને ઉભી થયેલી સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યની છ અલગ અલગ મેડિકલ કોલેજોમાંથી અલગ-અલગ વિભાગના 6૦ જેટલા રેસિડેન્ટ ડોક્ટરોને પ્રતિનિયુક્તિ ઉપર અમદાવાદ મૂકવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad civil hospital) માં ઊભી કરાયેલી 1200 બેડની કોવિડ 19 હોસ્પિટલમાં એક અઠવાડિયાના રોટેશનના આધારે પ્રતિનિયુક્તિ પર કામગીરી બજાવશે. જેમાં જુનાગઢ (Junagadh)ના પાંચ તબીબોએ અમદાવાદ જવાની ના પાડીને રાજીનામા આગળ ધર્યાં છે. અમદાવાદમાં સ્ફોટક રીતે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, તો સાથે જ મોટી સંખ્યામાં તબીબો પણ કોરોનાના સંક્રમણમાં આવી રહ્યાં છે. 


ભરૂચથી વડોદરાના રેડ ઝોનમાં આવેલા શબ્બીરે કોરોના ટેસ્ટ કરાવવાની ના પાડતા ટોળાએ માર માર્યો 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુનાગઢમાં પાંચ ડોક્ટરોના રાજીનામાં
જુનાગઢના પાંચ ડોક્ટરોને અમદાવાદ ખાતે ફરજ પર મોકલવાનો આદેશ કરવામા આવ્યો છે. જુનાગઢ મેડિકલ કોલેજના ડીન દ્વારા પાંચ ડોક્ટરોને આદેશ અપાયો હતો. જેમાં ત્રણ ડોક્ટરોએ પી.જી.માં પ્રવેશનું બહાનું આગળ ધરીને રાજીનામું આપ્યું હતું. તો અન્ય બે ડોક્ટરોએ અમદાવાદ જવાની અનિચ્છા દર્શાવી રાજીનામું આપ્યું છે. આમ કુલ પાંચ ડોક્ટરોએ રાજીનામાં આપતાં મેડિકલ કોલેજના ડીને રિપોર્ટ કર્યો છે. 


સુરત : lockdownને કારણે ટેક્સટાઈલ ઉદ્યોગોની મહત્વની સીઝન હાથમાંથી નીકળી ગઈ


કેટલાક ડોક્ટર અને નર્સિંગના કર્મચારીઓ પણ કોરોનાના શિકાર બન્યા 


ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલમાં આવેલી કોવિડ ડેડિકેટેડ 1200 બેડની હોસ્પિટલ ઉભી કરાઈ છે. જેમાં 160 વેન્ટિલેટર, 96 ડાયાલિસીસ મશીન કાર્યરત છે. 300થી વધુ તબીબો અને 1500થી વધુ પેરામેડિક કર્મચારીઓ દર્દીઓની સેવામાં ખડેપગે કાર્યરત છે. અહીં સગર્ભાઓ માટે અલાયદો લેબર રૂમ પણ બનાવાયો છે. તેમજ 24 કલાક કાર્યરત એવો કંટ્રોલરૂમ પણ ઉભો કરાયો છે. દર્દીઓને સવારે યોગ-પ્રાણાયામ, હર્બલ ટી ઉકાળો, ચા બિસ્કીટ, ગરમ દૂધ એમ નિયમિત ભોજન-નાસ્તો,  ટેલિવિઝન એમ તમામ પ્રકારની જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે છે. આ તમામ સુવિધાઓ છતાં સમયાંતરે દર્દીઓ અને તેમના સ્વજનો તરફથી ફરિયાદો મળતી રહી છે. તો બીજી તરફ, કેટલાક ડોક્ટર અને
નર્સિંગના કર્મચારીઓ પણ કોરોનાના શિકાર બન્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર