રાજકોટઃ જીવ બચાવનારા તબીબોને આમ તો ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. કોઈ પણ બિમાર હોય તો સારવાર માટે ડોક્ટર પાસે દોડે છે. પરંતુ કેટલાક બેદરકાર તબીબોના પાપે હવે દવાખાનામાં જતા દર્દીઓને સારવાના બદલે મળી બીમારી મળી રહી છે. કોણ છે આ બેદરકાર તબીબો અને કેવી રીતે દર્દીઓને પડી રહી છે હાલાકી. જોઈએ આ ખાસ રિપોર્ટમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવખત વિવાદમાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અંધાપાકાંડના આક્ષેપ લાગ્યા છે. માનસુ મકવાણા નામના વ્યક્તિ મોતિયાના ઓપરેશન માટે સિવિલમાં આવ્યા હતા. જેમનું મંગળવારે મોતિયાનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ ઓપરેશન બાદ જ્યારે દર્દીએ આંખ ઉઘાડી તો દ્રષ્ટી જ ગાયબ થઈ ગઈ હતી. દર્દીને દેખાવાનું બંધ થતા ડોક્ટરની બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા છે.


આ પણ વાંચોઃ તો રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે? હવામાન વિભાગે કરી નવી આગાહી


જો કે વિવાદ થતા દર વખતની જેમ ફરી એક વખત તંત્ર પોતાનો લૂલો બચાવ કરવા મેદાને આવી ગયું. પરિવારજનોએ સિવિલમાં પહોંચી સવાલ કર્યા તો સ્ટાફે કહ્યું ઓપેરશનમ સમયે પૂરતા સાધન નહોંતા. જ્યારે સિવિલ સુપ્રિટેડન્ટે કહ્યું કે આંખના ઓપરેશનમાં કોમ્પિકેશન થતી જ હોય છે. છતા કોઈની બેદરકારી હશે તો તપાસ બાદ કાર્યવાહી કરીશું.