અતુલ તિવારી/અમદાવાદ : શહેરમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોકટરોની હડતાળ દસમાં દિવસે પણ યથાવત્ત રહી હતી. હડતાળને કારણે સિવિલ હોસ્પિટલમાં 50 થી 60 ટકા ઓપરેશન રદ કરવાની તંત્રને ફરજ પડી રહી છે. રેસિડેન્ટ ડોકટરોની હડતાળ વિશે જાણ થતાં OPD માં સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યા પણ ઘટી ગઇ છે. જે દર્દીઓ સિવિલ હોસ્પિટલની OPD માં સારવાર માટે આવે પણ છે તેમને કલાકો સુધી લાઇનમાં બેસી રહેવું પડે છે. જેના કારણે લાંબી લાઈનો જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VADODARA માં પોલીસ જવાન પર ઝાડ પડતા ઘટના સ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી ગયા


900 રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળને કારણે દર્દીઓની સારવાર માટે ઊભી કરાયેલી વૈકલ્પિક વ્યવસ્થા પણ નિષ્ફળ સાબિત થઈ રહી છે. હડતાળને કારણે થઈ રહેલી દર્દીઓને પરેશાની મામલે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષીએ નિવેદન આપતા જણાવ્યું કે, દર્દીઓને મુશ્કેલી ના થાય એ માટે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ. નોન ક્લિનિકલ સ્ટાફમાંથી 56 ડોક્ટરોને ક્લિનિકલ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર જિલ્લામાંથી 90 મેડિકલ ઓફિસરોને ડેપ્યુટેશન પર ફાળવવામાં આવ્યા છે.


સુરતના ખુંખાર આરોપીને ઝડપી લેવા 2 પોલીસ અધિકારી સતત 8 દિવસ ઝુંપડામા પડ્યા રહ્યા પણ...


15 એનેસ્થેટિસ્ટ અમને ફાળવવામાં આવ્યા છે, જેમાંથી 13 ફરજ પર હાજર થઈ ચૂક્યા છે. જે ઓપરેશન રદ્દ કરવા પડતા હતા હવે એવા કેસો ઘટશે. કાલે 70 જેટલા ઓપરેશન સિવિલ હોસ્પિટલમાં થયા છે. અમારો પ્રયાસ છે કે ફરી એકવાર વહિવટી તંત્ર પુર્વવત થઇ જાય. સરકાર દ્વારા પણ વિદ્યાર્થીઓ સાથે સકારાત્મક ચર્ચા ચાલી રહી છે. ટુંક જ સમયમાં હડતાળનો અંત આવશે તેવી આશા રાખી રહ્યા છીએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube