અમદાવાદ : શહેરનાં GMDC ગ્રાઉન્ટમાં 1 હજારનાં વહીવટી ચાર્જ સાથે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન  શરૂ થયું છે. વેક્સીન લેવા માટે વહેલી સવારથી ગાડીઓની કતાર લાગી હતી. જો કે GMDC ગ્રાઉન્ટમાં શરૂ કરવામાં આવેલી વેક્સીનેશન પ્રક્રિયા સામે સવાલો ઉઠી રહ્યા છે. તંત્ર દ્વારા ફ્રી વેક્સિનેશન કરવામાં આવતું હતું ત્યારે લોકોને રજીસ્ટ્રેશન કે સ્લોટ બુક નથી થઇ રહ્યા. હવે તે જ વેબસાઇટ પર ચાર્જ ચુકવો તો સરળતાથી રજીસ્ટ્રેશન પણ થઇ જાય છે અને ઝડપથી વેક્સિન પણ મળી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટા અપડેટ : મ્યુકોરમાઈકોસીસનાં ઈન્જેક્શન હવે દરેક જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં મળશે


આટલું ઓચું હોય તેમ ખાનગી હોસ્પિટલન કોઇ પ્રકારની સમજુતી વગર કે ભાડુ નક્કી કર્યા વગર જ GMDC ગ્રાઉન્ડ ફાળવી દેવામાં આવતા હાલ વિવાદ પેદા થયો છે. અમદાવાદનાં જીએમડીસી ગ્રાઉન્ડમાં 18 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે વેક્સીનેશન શરૂ થયું છે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેની જાહેરાત થતાની સાથે જ વિવાદ થવા લાગ્યો છે. 


અમદાવાદની ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં શરૂ થયો પોસ્ટ કોવિડ કેર વોર્ડ


જીએમડીસી ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનની જાહેરાત તો થઇ પરંતુ આ અંગે જ્યારે નાયબ મુખ્યપ્રધાન અને રાજ્યનાં આરોગ્ય પ્રધાન નીતિન પટેલને પુછાયું તો તેઓ આ અંગે કંઇ જ જાણતા નહી હોવાનું અને મુખ્યમંત્રી સાથે વાત થઇ છે કે કેમ તે અંગે પોતે માહિતગાર નહી હોવાનું જણાવ્યું હતું. જેના પગલે આ વિવાદ વધારે વકરે તેવી શક્યતા છે. 


હાઈકોર્ટનો રૂપાણી સરકારને આદેશ, ત્રીજી લહેરની તૈયારીઓમાં કોઈ ઊણપ ન હોવી જોઈએ


બીજી તરફ સરકાર જોરોશોરથી ફ્રી વેક્સિનનાં વાયદા કર્યા પરંતુ લોકો વેક્સિન માટે ટાઇમ સ્લોટ બુક નહોતા થતા. સરકાર દ્વારા વેક્સિન ઓછી હોવાથી વેક્સિનેશન હોવાનું કારણ પણ અપાયા હતા. જો કે તમે પૈસા આપો તો સરકાર પાસે આપવા માટે રસી છે. ટાઇમ સ્લોટ પણ બુક થઇ જાય છે. ત્યારે સરકારની મંશા પર પણ સવાલ ઉઠી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube