ગોધરા કલેક્ટર કચેરીમાં મચી ગઈ ભાગદોડ, એક નાનકડી બાળકી સહિત 8 લોકો બન્યા શિકાર
ગોધરા કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં વિવિધ કામો અર્થે રોજિંદા કામ અર્થે અનેક અરજદારો, કર્મચારીઓ અને અધિકારીઓ આવતા હોય છે ત્યારે આવા ભીડભાળ વાળા સ્થળે આજ રોજ એક હડકાયા શ્વાને હુમલો કરી 8થી 9 લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા.
ઝી બ્યુરો/પંચમહાલ: પંચમહાલના મુખ્ય મથક ગોધરામાં રખડતા શ્વાનોનો આતંક હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આજરોજ ગોધરા ખાતે કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં આવેલ સેવા સદન 2 પાસે રઘવાયા બનેલા શ્વાને નાની બાળકી સહિત 8થી વધારે લોકોને બચકા ભરી ઇજાગ્રસ્ત કરી દેતા પ્રત્યક્ષ દર્શી એ હડકાયા બનેલા શ્વાનને ઘટના સ્થળે જ મોતને ઘાટ ઉતારી દીધો હતો.
રિંકુએ જેની ઓવરમાં 5 છગ્ગા માર્યા હતા તે GT ખેલાડી પર શોકિંગ ખુલાસો, જાણીને રડી પડશો
ગોધરા કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં વિવિધ કામો અર્થે રોજિંદા કામ અર્થે અનેક અરજદારો, કર્મચારીઓ અને અધિકારીઓ આવતા હોય છે ત્યારે આવા ભીડભાળ વાળા સ્થળે આજ રોજ એક હડકાયા શ્વાને હુમલો કરી 8થી 9 લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા. શ્વાને સૌથી પહેલા એક યુવતીને શિકાર બનાવતા આસપાસ રહેલા લોકોએ યુવતીને શ્વાનના ચૂંગાલમાંથી છોડાવવાનો પ્રયત્ન કરતા તે લોકો પર પણ શ્વાને હુમલો કરતા ટોળાના 8 જેટલા લોકોને શ્વાનના હુમલાનો ભોગ બન્યા હતાં.
પૃથ્વીના નક્શામાંથી ગાયબ થઈ જશે આ 6 જગ્યાઓ, જાણો ગુજરાત માટે શું છે ચિંતાજનક
આ ઇજાગ્રસ્તોમાં એક નાની બાળકી પણ સામેલ છે. નાની બાળકી પર શ્વાને હુમલો કરતા ઉપસ્થિત ટોળું ઉશ્કેરાઈ ગયું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ શ્વાનને લાકડા અને પથ્થરો મારી મોતને ઘાટ ઉતારી દીધુ હતું. જો કે ભોગ બનનાર લોકોએ ગોધરા નગર પાલિકાને કુતરાઓના આતંકથી બચાવવા માટે માંગણી કરી રહ્યા છે.