Places to Disappear: પૃથ્વીના નક્શામાંથી ધૂમાડાની જેમ ગાયબ થઈ જશે આ 6 જગ્યાઓ, ગુજરાત માટે શું છે ચિંતાજનક

Places To Visit Before They Disappear From Earth:આ જોખમ કેટલું મોટું છે તેની ચિંતા સંયુક્ત રાષ્ટ્ર સંઘથી લઈને દુનિયાભરના સંગઠનો કરી રહ્યા છે. જાણકારો મુજબ ભારત પણ તેનાથી અળગું નહી રહે. આ જોખમનું સૌથી મોટું કારણ છે ગ્લોબલ વોર્મિંગ જેના કારણ સતત ધરતી પર એવા ફેરફાર અને સંકત જોવા મળી રહ્યા છે.

Places to Disappear: પૃથ્વીના નક્શામાંથી ધૂમાડાની જેમ ગાયબ થઈ જશે આ 6 જગ્યાઓ, ગુજરાત માટે શું છે ચિંતાજનક

Places To Visit Before They Disappear From Earth: દુનિયાભરમાં એવી અનેક જગ્યાઓ છે જેના વિશે કહેવાય છે કે તે આવનારા સમયમાં દુનિયાના નક્શા પરથી સંપૂર્ણ રીતે ગાયબ થઈ જશે. આવું એટલા માટે કહેવાય છે કારણ કે એવો સેલાબ આવી શકે છે કે તે વિસ્તારો પાણીમાં સમાઈ જશે. ત્યાં બનેલી કોઈ ઈમારત દેખાશે નહીં કે ન તો કોઈ નિશાન બાકી રહેશે. આવામાં આવો અમે તમને એવી 6 જગ્યાઓ વિશે જણાવીએ જ્યાંની વસ્તી સંપૂર્ણ રીતે સમુદ્રમાં સમાઈ શકે છે. 

મોટું જોખમ
આ જોખમ કેટલું મોટું છે તેની ચિંતા સંયુક્ત રાષ્ટ્ર સંઘથી લઈને દુનિયાભરના સંગઠનો કરી રહ્યા છે. જાણકારો મુજબ ભારત પણ તેનાથી અળગું નહી રહે. આ જોખમનું સૌથી મોટું કારણ છે ગ્લોબલ વોર્મિંગ જેના કારણ સતત ધરતી પર એવા ફેરફાર અને સંકત જોવા મળી રહ્યા છે જે મુજબ આ શહેર 2100 સુધીમાં ડૂબી જશે. 

1. બેંગકોક- વર્લ્ડ ઈકોનોમી ફોરમના રિપોર્ટ મુજબ થાઈલેન્ડનું આ શહેર આવનારા સમયમાં સમુદ્રના પાણીમાં ગરકાવ થઈ શકે છે. 

2. ચીન- ચીનના કરોડો લોકો કાંઠા વિસ્તારોમાં રહે છે. ગ્લેશિયર પીગળશે તો સમુદ્રનું જળસ્તર વધશે. સમુદ્રનો દાયરો વધવાથી ચીનને પણ અપ્રત્યાશિત નુકસાન થશે અને ચીનનો એક મોટો વિસ્તાર પાણીમાં ગરકાવ થશે. 

3. ઢાંકા- બાંગ્લાદશની રાજધાની ઢાંકા પણ આવનારા સમયમાં પાણીમાં ગરકાવ થઈ શકે છે. અહીંથી લાખો લોકોએ વિસ્થાપિત થવું પડશે. અહીં તો હજુ પણ કેટલીક એવી મજબૂરીઓ જોવા મળે છે કે નાવ ચલાવનારા શાળાઓ ચલાવી રહ્યા છે. 

4. કિરિબાતી  (Oceania)- ત્યારબાદ નંબર આવી શકે છે કિરિબાતીનો. અહીંની વસ્તી 1 લાખ 20 હજાર જેટલી છે. આ દેશ પણ ઓછામાં ઓછો પોતાનો બે તૃતિયાંશ હિસ્સો સંપૂર્ણ રીતે ગુમાવી દેશે. 

5. માલે- નેશનલ ઓસનિક એન્ડ એટ્મોસ્ફરિક એડમિનિસ્ટ્રેશન મુજબ જેટલી ઝડપથી સમુદ્રનું સ્તર વધી રહ્યું છે તે પ્રમાણે આ જગ્યાઓ સૌથી પહેલા ડૂબવાના કગાર પર છે. જેનો 77 ટકા હિસ્સો ગાયબ થઈ જશે. 

6. ભારત- પ્રકૃતિની આ વિનાશલીલીમાં ભારત પણ અળગું નહીં રહે. યુરોપીયન યુનિયન ફંડેડ લાઈફ એડોપ્ટેડ પ્રોજેક્ટના એક રિપોર્ટ મુજબ ભારતના કરોડો લોકોની જમીન સમુદ્રમાં ડૂબવાના કારણે તેમની પાસેથી છીનવાઈ શકે છે. 2050 સુધીમાં તો આ શહેરોની હાલત વધુ ખરાબ થઈ જશે. મુંબઈની ઓછામાં ઓછી 1000 ઈમારતો પર વધતા સમુદ્ર જળસ્તરની અસર પડશે. ઓછામાં ઓછી 25 કિલોમીટર લાંબી સડક ખરાબ થઈ જશે. જ્યારે હાઈ ટાઈડ આવશે ત્યારે 2490 ઈમારતો અને 126 કિલોમીટર લાંબા રસ્તાઓ પાણીમાં હશે. અત્રે જણાવવાનું કે ગુજરાતને પણ 1600 કિલોમીટર જેટલો લાંબા દરિયાકિનારો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news