Amit Chavda Video Tweet: ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર પર આકરા પ્રહારો કરતા ભાજપના ડબલ એન્જિન સરકારના નારા પર ટકોર કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂવાડા ઉભા કરી દે તેવી આગાહી! આ જિલ્લાઓમાં થશે બારેમેઘ ખાંગા, ત્રીજો રાઉન્ડ ભૂક્કા


ચાવડાએ એક વીડિયો ટ્વીટ કરીને લખ્યું છે કે ગુજરાતમાં સરકાર રાજકીય કાર્યક્રમો માટે ST (ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ) બસોનો ઉપયોગ થાય છે પરંતુ બાળકોને શાળાએ જવા માટે બસની સુવિધા નથી. વિકાસના વખાણ કરતી સરકારની જમીની વાસ્તવિકતા જુઓ. ચાવડાએ Tweet કરેલા વિડિયોમાં મોટી સંખ્યામાં બાળકો માત્ર જીપ પર લટકેલા નથી પરંતુ વાહનની છત અને બોનેટ પર પણ બેઠા છે. ચાવડાએ Tweet કરેલો આ વીડિયો પણ વાયરલ થયો છે.


Video: દરેક ભારતીય માટે ગર્વની પળ, ચંદ્ર તરફ સફળતાપૂર્વક રવાના થયું આપણું ચંદ્રયાન-3


ડબલ એન્જિન સરકાર પર સીધો હુમલો
ચાવડાએ આ વીડિયો દ્વારા ડબલ એન્જિન સરકારના (double engine sarkar) નારા પર સીધું નિશાન તાક્યું છે. ચાવડાએ પોતાના Tweetમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (Bhupendra Patel)પણ ટેગ કર્યા છે. ચાવડાએ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારને ડબલ એન્જિનવાળી સરકાર ગણાવી છે. 16 સેકન્ડના આ વીડિયોમાં સ્કૂલના વિદ્યાર્થીઓ જે રીતે કારમાં બેઠા છે તે ખૂબ જ ખતરનાક છે.


ભૂપેન્દ્ર પટેલ 'દાદા'નો મોટો નિર્ણય! મિલકત ધારકોને હવે પ્રોપર્ટી કાર્ડ ફ્રી મળશે


ગુજરાતમાં ડબલ એન્જિન (Narendra modi, Bhupendra patel)ની સરકારમાં GSRTC બસોનો ઉપયોગ રાજકીય કાર્યક્રમો માટે થાય છે પરંતુ બાળકોને શાળાએ જવા માટે બસની સુવિધા નથી. વિકાસના વખાણ કરતી સરકારની જમીની વાસ્તવિકતા જુઓ.


1 મહિના બાદ થશે મોટા ફેરફાર, બનશે સૂર્ય-મંગળની યુતિ; ભરાઇ જશે આ લોકોના ખાલી ખિસ્સા