ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ મુલાકાત : વિશ્વ મોટું પરિવર્તન જોશે, અમે ફરી મળીશું...
વિશ્વ આખું જેની પર મીટ માંડીને બેઠું હતું એ બેઠક બાદ નજારો પણ એવો જ જોવા મળ્યો છે.
સિંગાપોર : સિંગાપોર સમિટની ઐતિહાસિક મુલાકાત બાદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયા પ્રમુખ કિમ જોંગ ઉને વિશ્વને એક અનોખી ભેટ આપવાની ખાતરી આપી છે. આ ઐતિહાસિક બેઠક બાદ કિમ જોંગ ઉન અને ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સામે પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં કિમ જોંગે કહ્યું કે, અમારી વાતચીત બાદ દુનિયા એક મોટું પરિવર્તન જોશે.
આ પણ વાંચો : કિમ જોંગે ડોનાલ્ડ ટ્રંપને મળીને જે પ્રાપ્ત કર્યું તે એમના 'બાપ-દાદા'ને પણ નથી મળ્યું
જ્યારે આ બેઠક બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, દુનિયા એક મોટા પરિવર્તન માટે તૈયાર રહે. દુનિયામાં એક મોટો ફેર આવશે. વાતચીત માટે બંને દેશોના અધિકારીઓને ધન્યવાદ, બંને મળીને સારૂ કરવા ઇચ્છે છે. આશાઓ કરતાં આ બેઠક ઘણી સારી રહી છે. મુલાકાતના પરિણામથી દુનિયાને ખુશી થશે. તેમણે કહ્યું કે કિમ સાથે મળવું એ સન્માનની વાત રહી. આ દરમિયાન અમેરિકા અને ઉત્તર કોરિયામાં થયેલ વિવિધ સમજૂતીની ફાઇલો પર બંને નેતાઓએ હસ્તાક્ષર કર્યા હતા.