છોટા ઉદેપુરઃ જિલ્લાના પાવી જેતપુર તાલુકાને અડીને આવેલ નાનકડા એવા તારાપુર ગામમાં અવનવા ગરબાને લઇને આજુબાજુના પંથકમાં ખૂબ પ્રસિદ્ધ થયા છે. તારાપુરમાં આમ તો ઘણા બધા પ્રકારના ગરબા રમાય છે પરંતુ થાળી ગરબા અને દોરડા રાસ અહીંની ખાસિયત રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાવી જેતપુરમાં અડીને નાનું અમથું તારાપુર ગામ આવેલું છે, અહીંયા મોટેભાગે પાટીદાર સમાજની વસ્તી છે. અહીંયા નવરાત્રિમાં એકથી એકવીસ તાળીના ગરબા રમાય છે. પાવી જેતપુરની અડીને આવેલા ખોબલા જેવડા તારાપુર ગામમા માંડ 30 ઘરો જ આવેલા છે. જેમા 50 ટકા ઘરો બંધ છે. તે ઘરોના પરીવારજનો ઓસ્ટ્રેલિયા અને અમેરિકા ખાતે સ્થાયી થયેલા છે. ગામમા રહેતા લોકોના પરીવારો દ્વારા પણ છેલ્લા 70 વર્ષથી પારંપરિક ગરબા ભવ્યતાથી કરવામા આવે છે. 



આ ગામમા માત્ર 100 થી 150 જેટલા લોકોની વસ્તી છે. આ ગરબામા ગામના નાનાથી માંડી મોટેરાઓ રમે છે. માતાજીની આરાધના કરે છે. તારાપુર ખાતે યોજાતા ગરબામા માત્ર 1 થી 21 તાલીના ગરબા જ નહી તારાપુર ગામના શેરી ગરબા મહોત્સવમા માતાજીના ગરબાની સાથે રમતા દોરડા રાસ વિશેષ આકર્ષણ જમાવે છે. આ ગરબા દોરડા રાસ ખુબ જ પ્રખ્યાત છે. તેને ફક્ત ગામના લોકો જ રમે છે આ ગરબામા 40 દોરી વડે ચોટલો ગૂંથાય છે અને 20 જોડીઓ દ્વારા આ દોરડા રાસ રમવામાં આવે છે અને તેમા ત્રણેક ફૂટ જેટલો ચોટલો ગૂંથાય જાય એટલે તેમાં માતાજીનો ગરબો ( માટલી) ચઢાવવામા આવે છે. 



અંતે આ દોરડા રાસ ઉલ્ટા ક્રમમાં રમીને ચોટલો ફરીથી છોડીને ગરબો ( માટલી) ઉતારવામા આવે છે. ઉપરાંત દોરડા રાસ, પાટી પણ ગુંથવામા આવે છે. તેમજ સાંકળ પણ ગુંથવામા આવે છે જે જોવુ એક લ્હાવો બની જાય છે. અને આ ગામના લોકો દ્વારા રમાતા ગરબા જોવા એ એક લ્હાવો છે.



તારાપુરમાં થાળી ગરબા અને દોરડા રાસની ખાસિયત છે. અહીંયા ગામની મહિલાઓ હાથમાં થાળી લઇને ગરબા રમતી નજરે પડે છે. કેટલીક મહિલાઓ એક થાળી તો કેટલીક મહિલાઓ બન્ને હાથમાં થાળી લઇને ગરબા રમે છે. તારાપુર ગામમાં સૌથી મહત્વના દોરડા રાસ છે. આ દોરડા રાસમાં 40 લોકો રાસ રમે છે. જે ત્રણ ફૂટ સુધી ચૂટલો ગૂંથે છે. ત્યારબાદ તેમાં ગરબાની માટલી ચઢાવવામાં આવે છે. અને ચોટલો પૂરો ગૂંથાઈ જાય પછી તેને ખોલવા માટે ઉલ્ટા રાસ રમીને ખોલવામાં આવે છે.