DPS East સ્કૂલ વિવાદઃ મંજુલા પૂજા શ્રોફે આગરતા માટે લીધી હાઈકોર્ટની શરણ
મંજુલા પૂજા શ્રોફે(Manjula Pooja Shroff) હાઈકોર્ટમાં (High Court) કરેલી અરજીમાં પોતાનો પક્ષ રજુ કરતાં જણાવ્યું છે કે, અમારા ઉપર લગાવવામાં આવેલા આરોપ ખોટા છે. અમે ભારતમાં સ્થાયી વસવાટ ધરાવીએ છીએ. અમે તપાસમાં તમામ રીતે સહકાર આપવા માટે તૈયાર છીએ. આથી, અમને આગોતરા જામીન આપવામાં આવે.
આશ્કા જાની/અમદાવાદઃ નિત્યાનંદ આશ્રમ(Nityanand Ashram) વિવાદમાં સપડાયેલી DPS East સ્કૂલની ખોટી NOC મામલે DPSના સીઈઓ મંજુલા પૂજા શ્રોફ(Manjula Pooja Shroff) દ્વારા આગોતરા જામીન મેળવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. નીચલી કોર્ટ (Lower Court) દ્વારા તેમની આગોતરા જામીનની (Advance Bail) અરજી ફગાવી દેવાતાં મંજુલા શ્રોફે(Manjula Shroff) હાઇકોર્ટની (High Court) શરણ લીધી છે.
મંજુલા પૂજા શ્રોફે(Manjula Pooja Shroff) હાઈકોર્ટમાં (High Court) કરેલી અરજીમાં પોતાનો પક્ષ રજુ કરતાં જણાવ્યું છે કે, અમારા ઉપર લગાવવામાં આવેલા આરોપ ખોટા છે. અમે ભારતમાં સ્થાયી વસવાટ ધરાવીએ છીએ. અમે તપાસમાં તમામ રીતે સહકાર આપવા માટે તૈયાર છીએ. આથી, અમને આગોતરા જામીન આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે, મંજુલા પૂજા શ્રોફ પર DPS સ્કૂલને ચલાવવા માટે ખોટા દસ્તાવેજો રજુ કરવા મામલે ધરપકડની તલવાર લટકી રહી છે.
'પ્રેસિડન્ટ્સ કલર્સ' : ગુજરાત પોલિસને મળશે રાષ્ટ્રપતિનું ઊંચેરું સન્માન
આ કેસમાં મંજુલા શ્રોફ ઉપરાંત કેલોરેક્સ ફાઉન્ડેશનના પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંત અને DPSના પૂર્વ પ્રિન્સિપલ નિતા દુઆ પણ આગોતરા જામીન મેળવા હાઇકોર્ટમાં અરજી કરે તેવી સંભાવના છે. કારણ કે, જોકે નીચલી કોર્ટે તમામની આગોતરા અરજી ફગાવી દીધી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે અરજી ફગાવતા પોતાના અવલોકનમાં નોંધ્યું હતું કે, આરોપીઓ પર ગંભીર પ્રકારનો ગુનો હોવાથી તપાસમાં આરોપીઓની હાજરી જરૂરી હોવાથી તેમને આગોતરા જામીન આપી શકાય નહી. વગદાર લોકો કેસને નબળો પાડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ રાજ્ય સરકારની નકલી એનઓસી CBSEમાં રજૂ કરી શાળની માન્યતા મેળવી હતી અને છેલ્લા 8 વર્ષથી તેઓ શાળા ચલાવી રહ્યા હતા. આ ઉપરાંત, તેમણે ગુજરાત સરકારમાં પણ શાળાના બાંધકામનું નકલી NOC રજુ કર્યું હતું. જેમાં ત્રણે આરોપીઓએની ધરપકડ થાય તેમ હોવાથી તેઓ ધરપકડથી બચવા માટે ધમપછાડા કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube