'પ્રેસિડન્ટ્સ કલર્સ' : ગુજરાત પોલિસને મળશે રાષ્ટ્રપતિનું ઊંચેરું સન્માન

‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’(President Colors) સન્માન એ બાબતનું પ્રતિક છે કે, આ પોલીસ ફોર્સ ગુણવત્તા, સેવા અને સુવિધા પૂરી પાડવામાં સૌથી આગળ છે. ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’  જે-તે રાજ્યની પોલીસ માટે સર્વશ્રેષ્ઠ સન્માન ગણાય છે. આ અગાઉ દિલ્હી, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આસામ અને ત્રિપુરા રાજ્યને 'પ્રેસિડેન્ટ્સ કલર્સ' સન્માન મળી ચુક્યું છે. 

Updated By: Dec 12, 2019, 09:50 PM IST
'પ્રેસિડન્ટ્સ કલર્સ' : ગુજરાત પોલિસને મળશે રાષ્ટ્રપતિનું ઊંચેરું સન્માન

મૌલિક ધામેચા/અમદાવાદઃ દેશની સેના (Army), અર્ધસૈનિક દળો(Paramilitary Force) અને પોલીસ ફોર્સને(Police Force) રાષ્ટ્રપતિ(President) તરફથી વિવિધ સન્માનથી નવાજવામાં આવતી હોય છે. તેમાં રાષ્ટ્રપતિ(President) દ્વારા આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન એટલે કે, 'પ્રેસિડેન્ટ્સ કલર્સ' (President Colors) હવે ગુજરાત પોલીસને મળવા જઈ રહ્યું છે. 15 ડિસેમ્બરના રોજ ગાંધીનગર પાસે આવેલી ગુજરાત પોલીસ કરાઈ એકેડમીમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના(Vice President Vankiya Naidu) હસ્તે આ સન્માન ગુજરાત પોલીસને એનાયત કરાશે. દેશમાં આ સર્વોચ્ચ સન્માન મેળવનારું ગુજરાત 7મું રાજ્ય બનશે.

ગુણવત્તા, સેવા અને સુવિધા છે મહત્વનું ધોરણ
આ અંગે માહિતી આપતા રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે, "આ અગાઉ દિલ્હી, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આસામ અને ત્રિપુરા રાજ્યને 'પ્રેસિડેન્ટ્સ કલર્સ' સન્માન મળી ચુક્યું છે. દેશની મિલિટરી ફોર્સ, પેરા મિલિટરી ફોર્સ અને પોલીસ ફોર્સ કે જેને 25 વર્ષ થઈ ગયા હોય, તેઓ ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ માટે એપ્લાય કરી શકે છે.  ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ સન્માન એ બાબતનું પ્રતિક છે કે, આ પોલીસ ફોર્સ ગુણવત્તા, સેવા અને સુવિધા પૂરી પાડવામાં સૌથી આગળ છે. ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’  જે-તે રાજ્યની પોલીસ માટે સર્વશ્રેષ્ઠ સન્માન ગણાય છે."

માવઠાનું મહાસંકટઃ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઝાપટા, રવિ પાકોને ભારે નુકસાનની ભીતિ

કેન્દ્રીય સમિતિ આપે છે મંજુરી
ડીજીપી શિવાનંદ ઝાએ આ સન્માન આપવા અંગેની કાર્યપદ્ધતિ અંગે વિગતો આપતા જણાવ્યું કે, " ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ આપવા માટે કેન્દ્રીય સ્તરની એક સમિતિ હોય છે. જેમાં 7 પોલીસ વડા સામેલ હોય છે. ગુજરાત તરફથી અરજી કરવામાં આવી ત્યારે આ સમિતિમાં સીઆરપીએફ, બીએસએફ, સીબીઆઈ, રો, આઈબી, ઓડિસા અને હિમાચલ પ્રદેશના ડીજીપી હાજર હતા. જ્યારે કોઈ પણ ફોર્સ કે રાજ્યની પોલીસ ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ માટે અરજી કરે ત્યારે આ અરજી સાતેય પોલીસ વડાની બનેલી સમિતિ પાસે જાય છે. આ સમિતિ વિવિધ પાસાંની ચકાસણી કર્યા પછી અરજીનો સ્વિકાર કરે છે."

તેમણે વધુમાં જણાવ્યું કે, " પોલિસ વડાની સમિતિના સ્વિકાર પછી તેને ગૃહ સચિવ પાસે મોકલવામાં આવે છે. ગૃહ સચિવ ગૃહ મંત્રીની મંજુરી લીધા પછી પીએમઓ ઓફિસમાં આ અરજીને ટ્રાન્સફર કરે છે. પીએમઓ ઓફિસ અરજીને મંજુરી આપીને રાષ્ટ્રપતિને મોકલે છે. જો કોઈ એક જગ્યાએ પણ અરજીનો અસ્વીકાર થાય તો ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ સન્માન મળતું નથી. આ પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ હોય છે."

Electric Bus : મેગાસિટી અમદાવાદના માર્ગો પર દોડશે 300 નવી ઈ-બસ, પર્યાવરણને ફાયદાકારક

ડીજીપીએ ગુજરાત પોલીસની ક્ષમતા અંગે જણાવ્યું કે, "ગુજરાત રાજ્યમાં બિનહથિયારી અને હથિયારી મળીને કુલ 1,06,831ની પોલીસ ફોર્સ છે. આ સન્માન મળવું એક ગુજરાત રાજ્ય અને ગુજરાત પોલીસ બંને માટે ગર્વની બાબત છે."

આ પ્રસંગે ગુરુવારે ગુજરાત પોલીસનું એક એન્થમ પણ લોન્ચ કરાયું છે. ગાયક શંકર મહાદેવનના અવાજમાં સંગીતબદ્ધ કરાયેલું આ ગીતને પરેશ ઠક્કરે લખ્યું છે. પ્રખ્યાત સંગીતકાર બેલડી કલ્યાણજી-આનંદજીમાં આનંદજીના સુપુત્ર દીપક આનંદ દ્વારા આ ગીતને સંગીત આપવામાં આવ્યું છે. 

દીપડાનો હાહાકારઃ રેવેન્યુ વિસ્તારમાં પકડાયેલા દીપડાઓને રેડીયો કોલર લગાવવાનો નિર્ણય

ગુજરાત પોલીસનું એન્થમ સોંગ આ પ્રકારનું છેઃ  
"ગુજરાત પોલીસ હૈં હમ, બાજ કી નજર હૈ, શેર કે હૈં કદમ.....
કોઈ હટા શકે ના, મીટા શકે ના, ઐસા ખાખી મેં હૈ દમ......
એક હી કર્મ હમારા, એક હી ધર્મ, સેવા સુરક્ષા ઓર શાંતિ રખેં, હર જગહ અમન......"

ઉલ્લેખનીય છે કે, 15 ડિસેમ્બર પછી ગુજરાતની તમામ પોલીસ ખભાના ડાભી બાજુ 'પ્રેસિડેન્ટ્સ કલર્સ'નો આ લોગો લગાવશે. 15 ડિસેમ્બરના રોજ ગુજરાત પોલીસ કરાઈ એકેડમીમાં ઉપરાષ્ટ્રપતિની હાજરીમાં એક ભવ્ય પરેડ પણ યોજાશે. 

માવઠાનું મહાસંકટ: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ... જુઓ વીડિયો....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....