અમદાવાદ : સરકારની પાસે કોઇ નીતિ કે લાંબા ગાળાની દ્રષ્ટી ન હોય તે રીતે અંધાધુંધ પગલા ઉઠાવી રહી છે. હાલમાં જ નિત્યાનંદ વિવાદ બહાર આવ્યા બાદ સાથે સંડોવાયેલી ડીપીએસ સ્કુલનું ભોપાળુ પણ બહાર આવ્યું હતું. જમીનથી માંડીને અનેક સ્તર પર ગેરરીતી શાળા દ્વારા આચરવામાં આવી હતી. 10 વર્ષ કરતા પણ વધારે સમયથી ચાલતી આ શાળાને સરકાર દ્વારા અચાનક બંધ કરી દેવાઇ છે. તેમાં ભણતા વિદ્યાર્થીઓ અને તેનાં ભાવીની ચિંતા કર્યા વગર એકાએક સીલ કરી દેવાઇ છે. આ વર્ષ અથવા સત્ર પુર્ણ થયા બાદ બંધ કરવાનો સંવેદનશીલ નિર્ણય લેવાનાં બદલે સરકારે રાતોરાત શાળાને તાળા મારી દેતા સેંકડો વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સામે ખતરો તોળાઇ રહ્યો છે. હાલ સરકાર ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારી રહી હોય તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓનાં વાલીઓ દ્વારા વિરોધ છતા પણ સમગ્ર શાળાને સીલ મારી દેવાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા ક્રાઇમબ્રાંચ Live: આરોપીને ઝડપવો ખુબ મોટો પડકાર પરંતુ ટુંકમાં જ આરોપીને ઝડપીશું


ડીપીએસ ની માન્યતા રદ કર્યા બાદ ઉભી થયેલી પરિસ્થિતિ ઉપર રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નું નિવેદન આપ્યું હતું. ભુપેન્દ્રસિંહે જણાવ્યું કે, વિદ્યાર્થીઓના હિતમાં નજીકની અંતરની શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ જોઈતો હશેતો રાજ્ય સરકાર હકારાત્મકતા થી પ્રવેશ આપવા પ્રયાસ કરશે. ડીપીએસ અંગે તમામ બાબતો ધ્યાને આવી ત્યારથી નિમય મુજબ પગલા ભર્યા છે. જિલ્લા તંત્રે બધી કામગીરી સમયસર કરી છે. ઘટના અંગે જાણ થયા બાદ CBSEને જાણ કરાઇ હતી. 


ખેતરમાં એક જ પાક કરતા ખેડૂતો સાવધાન! આવી રીતે થઇ શકે છે કરોડોની કમાણી
PM મોદીનું સપનું રોળશે ઉદ્ધવ ઠાકરે? બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરશે મહારાષ્ટ્ર સરકાર
NA ઉપરાંત ખોટા NOCનું ધ્યાન દોરાયુ હતું. આજે સવારે બેઠક કરી હતી. કોઇ પણ વિદ્યાર્થીને તકલીફ ન થાય તે માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. રિઝનલ ડાયરેક્ટર સાથે પણ આ અંગે વાતચીત કરી હતી. એમનો અભ્યાસ ન બગડે તે માટે બેઠક કરવામાં આવશે. નજીકમાં રહેલી ગ્રાન્ડેટ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં તેમને પ્રવેશ મળી રહે તે માટે સરકાર હકારાત્મક પગલાઓ ઉઠાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા DPSની પ્રાથમિક શાળાની પણ માન્યતા રદ્દ કરીને તળા લગાવી દેવામાં આવ્યા હતા. 


Live: દુષ્કર્મ સાંખી નહી લેવાય, આરોપીઓને કડક સજા કરાવવા સરકાર કટિબદ્ધ


ડીપીએસ દ્વારા સવાલે વાલીઓને બાળકોને શાળાએ નહી મોકલવા માટેનો મેસેજ મોકલવામાં આવ્યો ત્યારે જાણ થઇ હતી કે શાળાને સીલ મારી દેવાયું છે. આ ઉપરાંત બાજુમાં રહેલા નિત્યાનંદનાં આશ્રમને પણ પોલીસ દ્વારા ખાલી કરાવવામાં આવ્યો હતો. તમામ સાધકો બેંગ્લોર જવા માટે રવાના થયા હતા. આશ્રમ સંપુર્ણ ખાલી થયા બાદ તેને પણ સીલ મારી દેવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube