ખેતરમાં એક જ પાક કરતા ખેડૂતો સાવધાન! આવી રીતે થઇ શકે છે કરોડોની કમાણી

દરેક કામમાં જે રીતે બીજાથી હટકે કરે છે તેની નોંધ લેવામાં આવે છે, તેવી જ રીતે રૂટીન ખેતીને છોડીને મોરબી જીલ્લાના બીલીયા ગામના પ્રગતિશીલ ખેડૂતો કાંતિભાઈ પેથાપરાએ અજમાની ખેતી શરૂ કરેલી છે.

ખેતરમાં એક જ પાક કરતા ખેડૂતો સાવધાન! આવી રીતે થઇ શકે છે કરોડોની કમાણી

હિમાંશુ ભટ્ટ/ મોરબી : દરેક કામમાં જે રીતે બીજાથી હટકે કરે છે તેની નોંધ લેવામાં આવે છે, તેવી જ રીતે રૂટીન ખેતીને છોડીને મોરબી જીલ્લાના બીલીયા ગામના પ્રગતિશીલ ખેડૂતો કાંતિભાઈ પેથાપરાએ અજમાની ખેતી શરૂ કરેલી છે.  કપાસની રૂટીન ખેતી કરતા ખર્ચ અને મહેનત બને ઓછુ થાય છે અને તેના કરતા વળતર અનેક ગણું વધુ મળે છે. મોરબી જીલ્લામાં મુખ્યત્વે કપાસ, મગફળી, તલ, એરંડા, ઘઉં, ધાણા, જીરુ, બાજરી, ચણા અને શાકભાજીનો પાક લેવામાં આવે છે. જોકે તેમાં મહેનતના પ્રમાણમાં ખેડૂતોને આવક થતી નથી. જેથી હવે ઘણા ખેડૂતો બાગાયતી પાક તેમજ અન્ય પાક તરફ વળ્યા છે. ખુબ જ સારી કામણી કરી રહ્યા છે. મોરબી તાલુકા બીલીયા ગામની વાત કરી રહ્યા છીએ. આ ગામના પ્રગતિશીલ સરપંચ દ્વારા વર્ષો જૂની કપાસની ખેતીમાં બદલાવ લાવીને તેના ૪૫ વીઘાના ખેતરમાં અજમાનું વાવેતર કર્યું છે. હાલમાં પાક પણ ખુબ જ સારો આવ્યો છે. 

બીલીયા ગામના પ્રગતિશીલ ખેડૂત કાંતિભાઈ પેથાપરાના કહેવા પ્રમાણે બીટી કપાસની શરૂઆત થઇ ત્યારે તેમના દ્વારા જ પહેલું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સુકી ખેતી હોવાથી ચોમાસા પહેલા જ કપાસનું વાવેતર કરવાનું પણ તેમને જ પહેલા શરૂ કર્યું હતું. ત્યાર બાદ તેનામાંથી જોઇને ગામના બીજા ખેડૂતોએ તે પદ્ધતિને સ્વીકારી હતી. ગત વર્ષે તેમને પાંચ વીઘાના ખેતરમાં અજમાનું વાવેતર કર્યું હતું. વીઘે માત્ર ૫૦૦ રૂપિયાનો ખર્ચો કર્યો હતો તો પણ તેમને કપાસ કરતા ઘણી વધુ આવક થઇ હતી. જેથી કરીને આ વખતે તેમને ૪૫ વીઘાના ખેતરમાં કપાસનું વાવેતર કરવાના બદલે અજમાનું જ વાવેતર કર્યું છે. કપાસનો ભાવ બજારમાં વધુમાં વધુ ૧૦૦૦ રૂપિયા મળે છે જો કે, અજમાનો ભાવ ૪૦૦૦ થી ૫૦૦૦ મળતો હોય છે જેથી ખેડૂતોને આ પાક લેવાથી ખુબ જ ફાયદો થાય તેમ છે.

કોઇપણ ખેતરમાં એકધારી એક જ ખેતી કરવામાં આવે તો જમીનો કસ સમયાંતરે નીકળી જાય છે એટલા જ માટે ઘણી વખત ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને તેના ખેતરમાં પાક બદલાવવા માટેનું કહેવામાં આવે છે. જો કે, કપાસ અને મગફળી કરતા ખેડૂતો દ્વારા પાક બદલાવવા માટેનો વિચાર પણ કરવામાં આવતો નથી. તે હકીકત છે અને કાળી મજુરી કરીને ખેતીમાં પાક લીધા પછી બજારમાં જયારે માલ વેચવા માટે ખેડૂતો જાય છે. ત્યારે તેને માલના પૂરતા રૂપિયા મળતા નથી જેથી ખેડૂતો બુમ બરાડા પડતા હોય છે જો કે કાંતિભાઈ પેથાપરા અજમાની ખેતી કરી છે તેમાં ઓછા ખર્ચ અને ઓછા પાણીએ ખેબ જ્સરી આવક થાય તેમ હોવાથી હાલમાં બીલીયા ગામની આજુબાજુમાં ખેતર ધરાવતા ખેડૂતો કાંતિભાઈ પેથાપરાના ખેતરમાં વાવવામાં આવેલ અજમાની ખેતી જોવા માટે આવે છે અને આગામી સમયમાં તેઓ પણ હવે કપાસની ખેતી છોડીને અજમાની ખેતી કરવાનું વિચારી રહ્યા છે.

કપાસ અને મગફળી સહિતનું રૂટીન ખેતીને છોડીને જો અજમાની ખેતી સુકી ખેતી કરતા ખેડૂતો દ્વારા કરવામાં આવે તો તેમને ફાયદો થાય તેમ છે કેમ કે, કપાસના પાકમાં જેટલો સમય લાગે છે તેટલો જ સમય અજમાની ખેતીમાં લાગે છે અને સુકી ખેતીમાં વીઘે ૧૦ થી ૧૨ મણ જેટલો કપાસ થતો હોય છે જો કે, તેની સામે પાંચ મણ કપાસની આવક જેટલો ખર્ચ તેમાં થઇ જાય છે અને જો અજમાની ખેતી કરવામાં આવે તો વીઘે ૪૦ થી ૫૦ રૂપિયા વાવેતરનો ખર્ચ થાય છે અને કોઇપણ પ્રકારના ખાતર કે બિયારણ નાખવા પડતા નથી આટલું જ નહી આ વિસ્તારમાં રોજડા તેમજ ભૂંડનો ત્રાસ હોવાથી મગફળી અને કપાસના પાકને નુકશાન થાય છે. જો કે, અજમની ખેતીમાં ભૂંડ કે પછી રોજડાનો ત્રાસ રહેતો નથી જેથી કરીને પાકને કોઈ નુકશાની થતી નથી.

વર્તમાન સમયમાં ઝડપથી અને વધુ પાક લેવા માટે ખેડૂતો દ્વારા જુદાજુદા રાસાયણિક ખતરો અને કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી કરીને ખેતીની જમીને મોટા પ્રમાણમાં નુકશાની થાય છે તે નિશ્ચિત વાત છે. જો કે, કાંતિભાઈ પેથાપરા દ્વારા અજમાનું વાવેતર કરવામાં આવ્યું છે, તેનાથી ખેતીની જમીનમાં સુધારો થશે તેની સાથોસાથ ઓછામાં ઓછા ખર્ચમાં તેઓને વધુમાં વધુ આવક થવાની છે. જે નજર સામે અન્ય ખેડૂતોને પણ જોવા મળે છે. જેથી કરીને હાલમાં ઘણા ખેડૂતોએ આગામી સમયમાં કપાસની ખેતી છોડીને અજમાની ખેતી કરવાનું નક્કી કરી લીધું છે.

મોરબી જીલ્લાના ખેડૂતો પૈકીના ઘણા બધા ખેડૂતોએ પોતાની ખેતીમાં ધીમેધીમે બદલાવ લાવી રહ્યા છે. રૂટીન ખેતીને છોડીને પુરતો અભ્યાસ કરીને કાંતિભાઈ પેથાપરાની જેમ પાક બદલાવીને ખુબ જ સારી કમાણી કરીને પ્રગતિ રહ્યા છે જેમાંથી પ્રેરણા લઈને અન્ય ખેડૂતોને પણ તેના ખેતરોમાં સ્થાનિક અધિકારીઓ કે પછી કૃષિ નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ બીજા પાક લેવા માટેના પ્રયાસો કરવામાં આવશે તો તેના સો ટકા સારા પરિણામો આગામી દિવસોમાં મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news