આશ્કા જાની, અમદાવાદઃ વેરાવળના ડો. અતુલ ચગ ચકચારી આપઘાત કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આ કેસમાં હાઈકોર્ટના આદેશથી ફરિયાદ નોંધાશે. ડો. અતુલ ચગની સ્યુસાઇડ નોટમાં જૂનાગઢના સાંસજ રાજેશ ચુડાસમા અને તેના પિતાનું નામ હતું. નોંધનીય છે કે પોલીસે આ કેસમાં ફરિયાદ ન નોંધતા ડો. ચગના પુત્રએ પોલીસ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે નોંધાશે ફરિયાદ
વેરાવળના ડો. અતુલ ચગે પોતાના આપઘાત કરતાં પહેલાં લખેલી સ્યુસાઇડ નોટમાં ભાજપના સાંસજ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમાનું નામ લખ્યું હતું. આપઘાત પાછળ આ બંને જવાબદાર હોવાનું જણાવ્યું હતું. આ ઘટનામાં વેરાવળ પોલીસે ફરિયાદ નોંધવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ ડો. ચગના પુત્રએ હાઈકોર્ટમાં કંટેમ્પ્ટ અરજી દાખલ કરી હતી. ડો. ચગ પાસેથી ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતાએ 1.75 કરોડ રૂપિયા લઈને પરત ન આપવાનો ખુલાસો થયો હતો. 


આ પણ વાંચોઃ ડમીકાંડ મામલે યુવરાજસિંહને પોલીસનું સમન્સ, નિવેદન નોંધાવવા જવું પડશે ભાવનગર


હાઈકોર્ટમાં થઈ સુનાવણી
આ કેસમાં હાઈકોર્ટમાં આજે બે કલાક કરતા વધુ સમય દલીલો ચાલી હતી. અરજદારના વકીલે કહ્યુ કે, 12 ફેબ્રુઆરીએ ઘટના બની હતી અને તે જ દિવસે સ્યુસાઇડ નોટ મળી હતી. 17 ફેબ્રુઆરીએ ડો. ચગના પુત્રએ લેખિતમાં ફરિયાદ પણ આપી હતી. તેમ છતાં પોલીસ હજુ સુધી તપાસ ચાલુ હોવાનું કહી રહી છે અને એફઆઈઆર નોંધવામાં આવી નથી. 


ડોક્ટરે કર્યો હતો આપઘાત
વેરાવળમાં સારી એવી નામના ધરાવતા અને સેવાભાવી ડોક્ટર અતુક ચગે 12 ફેબ્રુઆરીએ ગળે ફાંસો ખાધો હતો. ડોક્ટરે સવારે આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ તેમના સ્ટાફે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. ડોક્ટરે આપઘાત કરતા પહેલા સ્યુસાઇડ નોટ પણ લખી હતી. તેમણે પોતાની સ્યુસાઇડ નોટમાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતાનું નામ લખ્યું હતું. 


આ પણ વાંચોઃ ઓસ્કાર માટે 100 કરોડ જોઈએ, અમેરિકામાં દારૂની પાર્ટી યોજવી પડેઃ વિવેક અગ્નિહોત્રી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube