અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી બાદ GTU ને પણ પ્રથમ મહિલા કુલપતિ મળ્યા છે. એલડી એન્જીનીયરીંગ કોલેજના પ્રિન્સિપાલ ડોકટર રાજુલ ગજ્જરની કુલપતિ પસંદગી કરાઈ છે. ડો. રાજુલ ગજ્જર એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ છે. તેમજ વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલની હચમચાવી નાંખે તેવી આગાહી! અહીં તૂટી પડશે વરસાદ અને સર્જાશે પુરની સ્થિતિ


અગાઉ 1 જૂન 2016થી 30 ડિસેમ્બર 2016 સુધી GTUના ઇન્ચાર્જ કુલપતિ પણ રહી ચૂક્યા છે. અત્યારે ACPC અંતર્ગત થતી એન્જીનીયરીંગ અને ફાર્મસીની પ્રવેશ પ્રક્રિયા ડોક્ટર રાજુલ ગજ્જરના નેતૃત્વ થઈ રહી છે. 31 ઓક્ટોબરે તેઓ નિવૃત્ત થવાના હતા એ અગાઉ તેમને GTU માં પ્રથમ મહિલા કુલપતિ તરીકે નિયુક્તિ અપાઈ. 


ઝડપથી ભારતની નાગરિકતા છોડી રહ્યા છે લોકો... જાણો જૂન સુધી કેટલા લોકોએ છોડ્યો દેશ


આગામી ત્રણ વર્ષ સુધી ડોક્ટર રાજુલ ગજ્જર GTU ના કુલપતિ તરીકે કાર્યભાર સાંભળશે. છેલ્લા 8 મહિનાથી GTU ઇન્ચાર્જ કુલપતિના સહારે ચાલતી હતી, 8 મહિનાના અંતે કુલપતિની નિમણુક થઈ.


ભાજપના રાજમાં આયુર્વેદના નામે નશાનો કારોબાર, 5 ટ્રક નકલી સિરપ પકડાઈ: BJPના કાર્યકરો.


કોણ છે ડો. રાજુલ ગજ્જર


  • ડો.રાજુલ ગજ્જર એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજનાં પ્રિન્સિપાલ છે 

  • વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજનાં પ્રિન્સિપાલ રહી ચૂક્યાં છે. 

  • અગાઉ 1 જૂન 2016થી 30 ડિસેમ્બર 2016 સુધી GTUના ઇન્ચાર્જ કુલપતિ રહી ચૂક્યાં છે.

  • એપ્લાઇડ મિકેનિક્સ ડિપાર્ટમેન્ટનાં પ્રોફેસર રહી ચૂક્યાં છે.