ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. 17 માર્ચના રોજ કોરોનાના નવા 121 કેસ નોંધાયા છે. જ્યારે આજે વધુ 35 કોરોનાના દર્દીઓ મ્હાત આપીને પોતાના ઘરે પહોંચ્યા છે. ગુજરાતમાં કોરોનાના વધતા કેસની વચ્ચે એક્ટિવ કેસની સંખ્યા 521 પર પહોંચી ગઈ છે. આજે રાજ્યમાં વધુ 1183 લોકોનું રસીકરણ કરાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 5 દિવસ ગુજરાતના આ વિસ્તારો માટે છે આફતના સંકેત, આ જિલ્લાવાળા રહેજો સાવધાન


ગુજરાતમાં કોરોના કેસની વાત કરીએ તો, આજે સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 49 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં 19 કેસ, સુરતમાં 15, મહેસાણામાં 11 કેસ, સાબરકાંઠામાં 06, વડોદરામાં 04 કેસ, ભાવનગર અને વલસાડમાં 3-3 કેસ, બનાસકાંઠા, ગાંધીનગરમાં 2-2 કેસ, ભરૂચ, સુરેન્દ્રનગરમાં 2-2 કેસ અને દાહોદ, નવસારી, પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા છે.


Ration Card: રેશનકાર્ડ ધારકો રાજીના રેડ! મોદી સરકારે કરી દીધી સૌથી મોટી જાહેરાત...


બીજી બાજુ રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો દર 99.10 ટકા છે. ગુજરાતમાંથી અત્યાર સુધીમાં 12,66,836 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. રાજ્યમાં કુલ 521 એક્ટિવ કેસ છે, જેમાંથી 3 વેન્ટીલેટર પર છે અને 518 દર્દીઓની હાલત સ્ટેબલ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 11047 લોકોના મોત કોરોનાથી થઈ ચૂક્યા છે.


Surya Gochar 2023: કોને ફળશે અને કોને નડશે સૂર્ય ગોચર? જાણો ગોચરની ગજબની ગાથા