દ્રૌપદી મુર્મૂ ગુજરાત પ્રવાસ કેન્સલ, નર્મદામાં ભારે વરસાદને પગલે લેવાયો નિર્ણય
Draupadi Murmu Gujarat Visit Cancel : દ્રોપદી મુર્મૂ આવતીકાલે 13 મી જુલાઈએ દ્રૌપદી ગુજરાત આવવાના હતા, પરંતુ ભારે વરસાદને પગલે કાર્યક્રમ રદ કરાયો
બ્રિજેશ દોશી/ગાંધીનગર :NDA ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનો ગુજરાત પ્રવાસ મોકૂફ રાખવામાં આવ્યો છે. ભારે વરસાદની આગાહીને પગલે દ્રૌપદી મુર્મૂનો આવતીકાલનો ગુજરાત પ્રવાસ મોકૂફ કરાયો છે. દ્રૌપદી મુર્મૂ કેવડીયા ખાતે ભાજપના ધારાસભ્યો અને સાંસદોને મળવાના હતા. તેમની મુલાકાતને પગલે કેવડિયામાં આદિવાસી સન્માન સંમેલનનું પણ આયોજન કરાયુ હતું. પરંતુ ગઈકાલે નર્મદા જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે પ્રવાસ મોકુફ રાખવામાં આવ્યો છે.
દ્રોપદી મુર્મૂ આવતીકાલે 13 મી જુલાઈએ દ્રૌપદી ગુજરાત આવવાના હતા, જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરાવાનું હતું. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાએ પણ ગુજરાતની મુલાકાત કરી હતી.
આ પણ વાંચો : ગીરના રાજાનો બાહુબલી અંદાજ, ખેડૂતના મકાનની છતને માહિષ્મતી સામ્રાજ્ય સમજીને બેસી ગયો!
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી 15 જુલાઈએ ગુજરાતના એક દિવસના પ્રવાસે છે. તેઓ સવારે હિંમતનગરમાં સાબર ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. તેમજ સાબર ડેરીના કાર્યક્રમમાં જનસભાને સંબોધન કરશે. બપોરે ગાંધીનગર GIFT સિટીની મુલાકાત લેશે. આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સ સર્વિસ સેન્ટરની પણ મુલાકાત લેશે. તેઓ અહીં ત્રણ આંતર રાષ્ટ્રીય કંપનીઓના સેન્ટરની શરૂઆત કરાવશે. કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલા સીતારમન પણ આ દરમિયાન હાજર રહી શકે છે. જેના બાદ સાંજે જ પીએમ મોદી દિલ્હી જવા રવાના થશે.