ગીરના રાજાનો બાહુબલી અંદાજ, ખેડૂતના મકાનની છતને માહિષ્મતી સામ્રાજ્ય સમજીને બેસી ગયો!

સિંહ તો સિંહ કહેવાય.... જંગલના રાજા સિંહ જ્યા બિરાજમાન થાય ત્યાં જ સિંહાસન બની જતુ હોય છે. ગીરના સિંહના અદભૂત વીડિયો અને તસવીરો આવતી જ રહે છે. આવામાં એક અદભૂત નજારો સામે આવ્યો છે. કહેવાય છે કે સિંહ ને સિંહાસનની જરૂર નથી પડતી, સિંહ જ્યાં બેસે ત્યાં જ સિંહાસન બની જાય છે. બસ આવું જ કંઈક બન્યું છે ગીર બોર્ડર વિસ્તારના આલીદર ગામમાં.

ગીરના રાજાનો બાહુબલી અંદાજ, ખેડૂતના મકાનની છતને માહિષ્મતી સામ્રાજ્ય સમજીને બેસી ગયો!

કૌશલ જોષી/ગીર સોમનાથ :સિંહ તો સિંહ કહેવાય.... જંગલના રાજા સિંહ જ્યા બિરાજમાન થાય ત્યાં જ સિંહાસન બની જતુ હોય છે. ગીરના સિંહના અદભૂત વીડિયો અને તસવીરો આવતી જ રહે છે. આવામાં એક અદભૂત નજારો સામે આવ્યો છે. કહેવાય છે કે સિંહ ને સિંહાસનની જરૂર નથી પડતી, સિંહ જ્યાં બેસે ત્યાં જ સિંહાસન બની જાય છે. બસ આવું જ કંઈક બન્યું છે ગીર બોર્ડર વિસ્તારના આલીદર ગામમાં.

વરસાદી માહોલ વચ્ચે જંગલનો રાજા સિંહ ખેડૂતના મકાન પર આરામ ફરમાવતો જોવા મળ્યો હતો. આ દ્રશ્યો કોડીનારના આલીદર ગામમાં નજરે પડ્યાં હતાં. જ્યાં ધોળા દિવસે ઝરમર વરસાદમાં કૌશિકભાઈ નામના ખેડૂતની વાડીએ એક સિંહ આવી ચઢ્યો હતો. સિંહે કૌશિકભાઈના મકાનની છતને પોતાનું સિંહાસન બનાવ્યું હતું. ત્યારે ઘરના લોકોને કોઈ રંજાળ કર્યા વગર શાંતિથી મકાનની છત પર સિંહ ઠંડી હવા ખાતો જોવા મળ્યો હતો. 

આ ક્ષણ એવી હતી કે જાણે તે કહેતો હોય, ‘હું ગીરનો રાજા છું અને આ મારું સામ્રાજ્ય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news