ગૃહમંત્રી બનવાના સપનાં જોનારા ગયા અને પૂર્વ ગૃહમંત્રીને લોટરી લાગી, સંગઠનમાં વધી ગયું કદ
પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ વડોદરામાં વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે, ત્યારે ભાજપ ઉત્તર ઝોનના મહામંત્રી રજની પટેલને આપવામાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
ઝી બ્યુરો/ગાંધીનગર : ભાજપમાં ભ્રષ્ટાચારનું પત્રિકાયુદ્ધ હવે ચરમસીમાએ પહોંચી ગયું છે. આજના ગુજરાતના સૌથી મોટા સમાચાર એ છે કે, ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાને રાજીનામું આપવું પડ્યું છે. ગુજરાતના રાજકારણના સમીકરણોમાં બદલાવનો પવન જોવા મળી રહ્યો છે. પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ વડોદરામાં વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. પરંતુ આ બધા વચ્ચે રજની પટેલને લોટરી લાગી હોય તેવું લાગી રહ્યું છે.
BJPમાં ભૂકંપ: પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ ગુજરાતના વધુ એક મોટા નેતાનું રાજીનામુ
બીજી બાજુ ચર્ચા એવી પણ ચાલી રહી છે કે ગુજરાતમાં પીએમ મોદીના પ્રવાસ બાદ ધડાધડ નેતાઓના રાજીનામાનો દોર શરૂ થયો છે. તમને જણાવી દઈએ કે, પ્રદીપસિંહ વાઘેલા પાસે ગુજરાત ભાજપમાં દક્ષિણ ઝોનના મહામંત્રી તરીકેની જવાબદારી હત્તી. ઉપરાંત કાર્યાલય મંત્રી તરીકેની જવાબદારી પણ પ્રદીપસિંહ વાઘેલાને સોંપવામાં આવી હતી. ભાજપ સંગઠન વતી સરકાર સાથે સંકલન સાધવા અંગે પ્રદીપસિંહ વાઘેલાને સંગઠનમાંથી સુચના આપવામાં આવી હતી. ત્યારે આ તમામ પદ પરથી તેમણે રાજીનામું આપ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. બીજી તરફ આ તમામ જવાબદારી તાત્કાલિક ધોરણે ભાજપ ઉત્તર ઝોનના મહામંત્રી રજની પટેલને આપવામાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જેથી રજની પટેલને હાલમાં લોટરી લાગી ગઈ છે.
Lok Sabha Chunav:મોહન ગયા, નારાયણ બચ્યા, 2024મા BJPને કોણ પડકારશે? રાઠવાઓનો છે દબદબો
રજની પટેલ વિશે...
રજની પટેલ શરૂઆતથી જ ખૂબ ઉત્સાહી કાર્યકર હતા. તેમણે પોતાના વિસ્તારમાં ભાજપને મજબૂત બનાવવા ખૂબ મહેનત કરી હતી. જેના ફળ સ્વરૂપે તેમને મહેસાણા જિલ્લા ભાજપ સંગઠનમાં જિલ્લા ભાજપના મંત્રી તરીકે જવાબદારીસોંપવામાં આવી હતી. તેમણે ભાજપને વિચારધારાને વળગીને કામ કરતા 10 વર્ષ બાદ તેમના નસીબ ચમક્યા હતા. વર્ષ 2007માં તેમને ચાણસ્મા વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર તરીકે ટિકીટ આપવામાં આવી હતી. જ્યાં રજનીકાંત પટેલે હરીફ કોંગ્રેસના ઉમેદવાર માલજીભાઈ દેસાઈને 15000થી વધુ મતોથી હરાવી જીત મેળવી હતી. બાદમાં બેચરાજી વિધાનસભા 2012માં અસ્તિત્વમાં આવતા તેમણે ત્યાં પણ નસીબ અજમાવ્યું હતું અને તે સમયે ચૂંટણીમાં બેચરાજી વિધાનસભા સીટ પરથી કોંગ્રેસના રાજેન્દ્રસિંહને 6000 કરતા વધુ મતોથી પરાજિત કરી વિજય મેળવ્યો હતો.
Gujarat BJP: ભાજપમાં યાદવાસ્થળી! પાટીલ જૂથ સોફટ ટાર્ગેટ, બદનામીમાં મોટાનેતાઓના હાથ
2017માં પણ ભાજપે બેચરાજી મત વિસ્તારમાંથી પટેલ રજનીકાંત સોમાભાઈને મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર ભરત ઠાકોરે રાજ્યની સૌથી લોકપ્રિય બેઠકો પૈકીની એક બેચરાજી બેઠક પરથી પોતાના નજીકના હરીફ ભાજપના ઉમેદવાર રજનીકાંત પટેલને 15,811 મતોથી હરાવ્યા હતા. પૂર્વ ગૃહરાજ્યમંત્રી રજનીકાંત પટેલ સામે કોંગ્રેસે નવા ચહેરા ભરત ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા. પાટીદાર આંદોલનથી સૌથી વધુ અસરગ્રસ્ત આ બેઠક પર ભાજપે છેલ્લી ઘડીએ રજની પટેલને ટિકિટ આપી હતી. બીજી તરફ કોંગ્રેસે નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યો હતો.
કમલમના બાદશાહ હવે વનવાસ ભોગવશે, પત્રિકાયુદ્ધમાં નોંધાઈ શકે છે ફરિયાદ
ભાજપના આગેવાન રજની પટેલનો જન્મ મોઢેરાના ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ અને મોઢેરા વોટર શેડ ગ્રુપ-1ના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે. તેમણે FY બીએસસીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેઓ કોલેજ કાળ દરમિયાન રાષ્ટ્રીય જનસંઘ સંઘના સંપર્કમાં આવ્યા હતાં અને ત્યાંથી તેમના જાહેરજીવનનો પ્રારંભ થયો. તેઓ વિશ્વ હિંદુ પરિષદ, કિસાન સંઘમાં પણ રહી ચૂક્યા છે. તેઓ 1996-97માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાં હતા. ત્યારબાદ તેમણે ચાણસ્મા વિધાનસભામાં યુવા મોરચામાં ખજાનચી તરીકેની જવાબદારી સંભાળી હતો અને પાર્ટીમાં પાટણ જિલ્લામાં સંગઠન મંત્રી તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
આ સરકારી યોજનાઓ થકી લાખો વિદ્યાર્થીઓએ મેળવી આર્થિક સહાય, શું તમને ખબર છે?