ગુજરાતમાં મોઁઘુ થશે પીવાનું પાણી, જાણો ક્યારથી....
- નર્મદાના પાણીના દરમાં પ્રત્યેક નાણાકીય વર્ષના અંતે 10 ટકાનો વધારો કરવામાં આવે છે.
- આગામી નવા વર્ષથી ગુજરાતવાસીઓને પાણીના વપરાશ માટે વધુ રૂપિયા આપવાના રહેશે
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં પાણી મોંઘુ થવા જઈ રહ્યું છે. માત્ર પીવાનું પાણી જ નહિ, પરંતુ ઉદ્યોગો માટેના વપરાશનું પાણી પણ મોંઘું થઈ રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આગામી વર્ષથી પાણીના ભાવમાં વધારો થશે. માર્ચ 2021 થી પીવાનું પાણી 1000 લિટરે 38 પૈસા અને ઔદ્યોગિક ઉપયોગના પાણીમાં 1000 લિટરે 3.13 રૂપિયાનો વધારો થવાનો છે.
આગામી નવા વર્ષથી ગુજરાતવાસીઓને પાણીના વપરાશ માટે વધુ રૂપિયા આપવાના રહેશે. ગુજરાતમાં નર્મદા કેનાલના પાણીનો વપરાશ કરતા ગ્રાહકો પર આ ભાવવધારો લાગુ પડશે. ગુજરાતમાં ઠેરઠેર પીવા અને ઉદ્યોગો માટે નર્મદાના પાણીનો ઉપયોગ કરવામાં આવશે. માર્ચ 2021 પછી પીવા માટેના પાણીના દરમાં 38 પૈસાનો તેમજ ઔદ્યોગિક વપરાશ માટેના પાણીના દરમાં 3.13 રૂપિયાનો વધારો થશે.
આ પણ વાંચો : અમદાવાદ ST ડેપો પર કોરોના ટેસ્ટ કરાવવામાં તમારો વારો 76મો હોય તો ચેતી જજો
છેલ્લે ક્યારે પાણીના ભાવ વધ્યા હતા
નર્મદાના પાણીના દરમાં પ્રત્યેક નાણાકીય વર્ષના અંતે 10 ટકાનો વધારો કરવામાં આવે છે. ગુજરાતમાં 2006-07ના વર્ષે પહેલીવાર પાણીના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. ત્યારે પીવાના પાણી માટે 1 રૂપિયો અને ઔદ્યોગિક વપરાશ માટે 10 રૂપિયા રાખવામાં આવ્યા હતા. 2014-15માં આ દરો અનુક્રમે 2.14 રૂપિયા અને 17.72 રૂપિયા થયા હતા.