મૌલિક ધામેચા/ અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ દ્રારા છેલ્લા કેટલાક મહિનાથી અલગ-અલગ વિષયને લઈ ટ્રાફીક ડ્રાઈવ ચાલી રહી છે. અને અનેક લોકોને દંડ પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે શહેર ટ્રાફીક પોલીસ દ્રારા શુક્રવાર અને શનિવારના રોજ રોંગ સાઈડ ટ્રાફીક ડ્રાઈવ કરવામાં આવી અને રોંગસાઈડ ગાડી ચલાવતા લોકોને દંડ આપવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેર પોલીસનુ માનવુ છે કે રોંગ સાઈડમાં વાહન ચલાવવાથી અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અને જેના કારણે અનેક લોકોના મોત પણ નિપજ્યા છે. જેથી અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો તાય તે માટે રોંગ સાઈડ ડ્રાઈવ રાખવામાં આવી છે. પોલીસ અધિકારીઓનુ કહેવુ છે કે જે લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવી રહ્યા હોય તે લોકોને 1000 રૂપિયાનો દંડ આપવામાં આવે છે.


વધુ વાંચો...હવે પત્ર વિના પાણી નહિં, નર્મદા કેનાલનું પાણી લેવા માટે ખેડૂતોએ કરવી પડશે અરજી


ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે દંડ કરવામાં આવશે અને જે વ્યક્તિ દંડ ન ભરી શકે તે લોકોના વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા. એટલું જ નહિ પણ હવે પછી જો ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરનારાઓ અને રોડ પર રોંગ સાઈડ પર વાહન ચલાવવા વિરુદ્ધ ગુનો પણ દાખલ થશે,