સાવધાન! ગુજરાતમાં ગુનેગારોની નવી મોડેસ ઓપરેન્ડી; કફ સીરપના નામે યુવા ધનને કરાવી રહ્યા છે નશો
ઉલ્લેખનીય છે કે આ સીરપ શરદી ખાંસી થઈ હોય જેમાં ઉપયોગ કરાય છે અને તે પણ ડોકટરના પ્રીક્રિપશન હોઈ તો તેમ છતાં આરોપીઓ કોઈ પણ પરવાનગી અથવા બિલ વગર આ સીરપ નશો કરવા લઈ જતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
ઝી ન્યૂઝ/સુરત: રાજ્યમાં ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે, ત્યારે અસામાજિક તત્વો પોલીસની નજરથી બચવા માટે અનેક અખતરા કરતા હોય છે. એવામાં મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં નશાખોરો દારૂ ઘુસાડતા હોય છે ત્યારે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં નશાખોરોએ સીરપ ઘુસાડવાનું ચાલુ કર્યું હોય તેમ નશાકારક સીરપની હેરાફેરીનો પર્દાફાશ તાપી પોલીસે કર્યો છે. જેમાં સોનગઢ પોલીસે 1 લાખ 50 હજારથી વધુના મુદ્દામાલ સાથે નશાકારક સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં પોલીસે સીરપનો જથ્થો લઈ જતા 2 આરોપીને ઝડપી લઈ વધુ 1 આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અગાસવણ ગામની સિમમાંથી પોલીસે એક કારમાં સુરતથી મહારાષ્ટ્ર તરફ લઈ જવામાં આવતી નશાકારક સીરપનો જથ્થો ઝડપી લીધો છે, જેમાં પોલીસે 1 લાખ 50 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી લઈ મહારાષ્ટ્રના ધુલિયા ખાતે રહેતા બે આરોપી શાહરુખ અબ્બાસ ખાટિક અને સરફરાઝ અન્સારીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.
GUJARAT CORONA UPDATE: આજે નવા 11 કેસ નોંધાયા, 57 રિકવર થયા, એક પણ મોત નહી
સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી નશાકારક સીરપ આપનાર સચિનના વધુ એક આરોપીને પણ ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ સીરપ શરદી ખાંસી થઈ હોય જેમાં ઉપયોગ કરાય છે અને તે પણ ડોકટરના પ્રીક્રિપશન હોઈ તો તેમ છતાં આરોપીઓ કોઈ પણ પરવાનગી અથવા બિલ વગર આ સીરપ નશો કરવા લઈ જતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
ગુજરાતના શિક્ષકોની બદલીને લઈને સૌથી મોટા સમાચાર, વિધાનસભા ગૃહમાં જીતુ વાઘાણીની મહત્ત્વપૂર્ણ જાહેરાત
અલગ અલગ નશાકારક પ્રદાર્થોનું સેવન કરી અને કરાવી કેટલાક તત્વો યુવા ધનને નશો કરવાના રવાડે ચઢાવતા હોઈ છે, ત્યારે આ સમગ્ર મામલે ગુજરાતમાંથી સીરપ લઈ મહારાષ્ટ્રમાં લઇ જવાનો બનાવ સામે આવ્યો છે ત્યારે રાજ્ય પોલીસ વિભાગ અને અન્ય એજન્સી આવા રેકેટનો વધુમાં વધુ પર્દાફાશ કરે એ જરૂરી બન્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube