વડોદરામાં પૂરના લેટેસ્ટ અપડેટ : આવતીકાલે શાળાઓમાં રજા જાહેર, લોકોનું રેસ્ક્યૂ શરૂ કરાયું

Vadodara Flood : વડોદરામાં ફરી પૂરનું સંકટ... વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી ત્રણ ફૂટ દૂર, લોકોએ અફવાઓથી દૂર રહેવું, શહેરની તમામ સ્કૂલોમાં આવતીકાલે રજાસવાર સુધીમાં વડોદરાની વિશ્વામિત્રી નદી ફરી એકવાર ડેન્ઝર સપાટી વટાવશે,,, ભારે વરસાદના કારણે વડોદરા શહેરની શાળાઓમાં રજા જાહેર,,, નીચાણ વાળા વિસ્તારોમાંથી લોકોનું કરાયું રેસ્ક્યુ

1/10
image

સતત 4 દિવસથી પડી રહેલા વરસાદના કારણે વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટી પહોંચી 23 ફૂટને પાર,,, આવતી કાલ સવાર સુધીમાં ભયજનક સપાટી વટાવશે,,,, હાલમાં નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું કરાઈ રહ્યું છે સ્થળાંતર....  

2/10
image

સંસ્કારી નગરી વડોદરા પર ફરી મોટું સંકટ આવ્યું છે. ધોધમાર વરસાદ બાદ વડોદરા ફરી ડૂબ્યું છે. વિશ્વામિત્રી નદીની જળસપાટી વધીને 23 ફૂટે પહોંચી ગઈ છે. વડોદરાવાસીઓ માટે આજની રાત કતલની રાત બની રહેશે. જો વરસાદ નહિ રોકાય તો વડોદરા ફરી જળબંબાકાર થશે. લોકોના ઘરોમાં ફરી પાણી ભરાયા છે. તો શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે. ભારે વરસાદને કારણે વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી તમામ શાળાઓમાં આવતીકાલ તારીખ 30 સપ્ટેમ્બર, 2024 ના રોજ રજા રહેશે. 11 કલાકથી સતત વરસાદના કારણે NDRF ની ફોજ ઉતારી દેવાઈ છે. 200થી વધુ અસરગ્રસ્તોને સ્થળાંતર કરાયા છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 

3/10
image

ધોધમાર વરસાદ બાદ વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં વધારો થતાં વડોદરામાં ચારેતરફ પાણી જ પાણી છે. વિશ્વામિત્રી નદીમાં ફરીથી પૂર આવ્યું છે. કોટેશ્વર ગામ સંપર્ક વિહોણું થયું છે. કાંસા રેસીડેન્સી, સમૃદ્ધિ ટેનામેન્ટની આસપાસ પણ પાણી ફરી વળ્યા છે. મોટી માત્રામાં લોકો પોતાના ઘરોમાં ફસાયા છે. ફાયરની ટીમ રેસ્ક્યુ માટે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડ દ્વારા લોકોને એનાઉન્સમેન્ટ કરી સાવધ કરાયા. વિશ્વામિત્રી નદી નું સ્તર સતત વધી રહ્યું છે તેથી તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ.   

4/10
image

વડોદરામાં સવાર સુધીમાં વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવવાની તૈયારીમાં છે. ત્યારે વિશ્વામિત્રીની સપાટીમાં સતત વધારો થતાં લોકોનું રેસ્ક્યૂ શરૂ કરાયુ છે. વડસરમા કાંસા રેસિડેન્સીમાંથી લોકોનું રેસ્ક્યૂ કરવાનું શરૂ કરાયું છે. વૃદ્ધોને બોટની મદદથી બહાર કાઢવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે પાણીના લેવલમાં વધારો થઈ રહ્યો છે. નીચાણવાળા વિસ્તારમાંથી સ્થળાંતર ચાલુ કરાયુ છે. પાણી વધતાં સ્થાનિકો નદી પર પહોંચ્યા. 

5/10
image

વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું કે, વિશ્વામિત્રી નદી સવાર સુધી ભયજનક સપાટી વટાવી જશે. વિશ્વામિત્રી નદીની સપાટી 26 ફૂટ પર પહોંચશે. ભારે વરસાદના કારણે જ નદીની સપાટી વધી છે. સતત ચાર દિવસથી વરસતાં વરસાદના કારણે નદીની સપાટી વધી છએ. હાલમાં આજવા સરોવરની સપાટી છે 212.94 ફૂટ, વિશ્વામિત્રી નદીની સપાટી છે 21.16 ફૂટ પર છે. 

6/10
image

ભારે વરસાદને લઇ સ્થાયી સમિતિના ચેરમેન ડો શીતલ મિસ્ત્રીએ નિવેદન આપતા જણાવ્યું કે, વિશ્વામિત્રી નદીની સપાટી વડોદરા શહેર, સાવલી અને હાલોલ તરફ વરસેલા વરસાદના કારણે વધી છે. શહેરમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારમાથી પાણી ઓસર્યા છે. પાણી ભરાવા માટે તંત્ર જવાબદાર નથી, ભારે વરસાદના કારણે પાણી ભરાયાં છે. તંત્રએ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને ખસેડવા કામગીરી શરૂ કરી છે. પરશુરામ ભઠ્ઠા, નટરાજ ટાઉનશિપ, પેન્શનપૂરા, ભરવાડ વાસ, નવીનગરી, સંજયનગર, ગરીબ નવાસ ઝુપંડા છાણી, જલારામ નગર, ઈન્દિરા નગર, કલ્યાણ નગર, બુદ્ધેધ્વ કોલોની, કાંસા રેસીડન્સી, સમૃદ્ધિ, અકોટા ગામ, સામ્રાજ્ય, સનસિટી પેરેડાઇઝ, વિશ્વામિત્રી ટાઉનશિપ, સનરાઈઝ બંગ્લોઝ, વસાવા વાસ સહિત અનેક નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસવા એલર્ટ આપ્યું છે. કોર્પોરેશને નીચાણવાળા વિસ્તારમાં ટીમો સ્ટેન્ડબાય રાખી છે.   

વડોદરાના લેટેસ્ટ અપડેટ

7/10
image

વડોદરા શહેરમાં 2 કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો,,, ભારે વરસાદના કારણે વડોદરા શહેરમાં ફરી એકવાર જળબંબાકારની સ્થિતિ,, સયાજીગંજ,જેતલપુર બ્રિજ, પશુરામ ભટ્ટા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા,, સયાજીગંજની દુકાનોમાં પાણી ભરાઈ ગયા. ભારે વરસાદના કારણે વડોદરાના મકરપુરામાં જળ બંબાકાર,,, મકરપુરામાં રસ્તાઓ પર બેટ જેવા દ્રશ્યો સામે આવ્યા,,,, રસ્તા પર ડિવાઈડર સુધી પાણી ભરાતા અનેક રસ્તાઓ બંધ કરાયા,,, ભારે વરસાદના કરાણે વડોદરામાં ફરી એકવાર જળબંબાકારની સ્થિતિ,,, વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા,,, અનેક વિસ્તારોમાં ઘૂંસણસમા પાણી ભરાયા,,, તો અનેક જગ્યાએ દુકાનોમાં પાણી ઘુસી જતાં માલસામાન પલળી ગયો...

8/10
image

ધોધમાર વરસાદના કારણે વડોદરાના દાંડિયા બજારમાં પણ અનેક જગ્યાએ પાણી ભરાયા,, દાંડિયા બજાર જવાના મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને હાલાકી,,, પાણી વચ્ચે અનેક વાહનો બંધ પડ્યા,,,  ધોધમાર વરસાદ પડતાં વડોદરા શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા,,, વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રોડ રસ્તા પર તેમજ સોસાયટીઓમાં પાણી ભરાયા,, મંગળ બજાર વિસ્તારમાં રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા,,,,, વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ,,, સુભાનપુરામાં સમતા ઝાંસી રાણી સર્કલ પર ભરાયા પાણી,,, પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી,,, વરસાદ થતાં ગરબા આયોજક મુકાયા ચિંતામાં,,,  વડોદરા શહેરમાં વરસ્યો વરસાદ,,, સયાજીગંજ રેલવે ગરનાળામાં ભરાયા પાણી,,, ગરનાળામાં વાહન વ્યવહાર થયો બંધ,,શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ,,, .પાદરા, સાવલી, કરજણ,ડભોઈ, વાઘોડિયા, શિનોરમાં વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી 

9/10
image

વડોદરાના પાદરામાં પણ ધોધમાર વરસાદ પડતાં અનેક જગ્યાએ પાણી ભરાયા,,,  પાદરામાં 3 કલાક અવિરત વરસાદ પડતાં રસ્તાઓ પર તેમજ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા,,, નીચાણવાળી સોસાયટીઓમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા,,,, ભારે વરસાદના કારણે વડોદરામાં નવરાત્રિના આયોજન પર ઘેરાયું સંકટ,,, વડોદરાના નવલખી મેદાનમાં પાણી ભરાયું,,,

10/10
image

ત્રણ ઈંચની વધુ વરસાદ વરસતા નવલખી મેદાનમાં જળબંબાકાર,, નવરાત્રીને ગણતરીના દિવસો બાકી અને મેદાનમાં ભરાયા છે પાણી