ગુજરાતમાંથી ભારતમાં ડ્રગ્ઝ ઘુસાડવાનું પાકિસ્તાનનું ષડયંત્ર, રૂવાંડા ઉભા કરી દેશે ખતરનાક પ્લાન
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનને સફળતા પાકિસ્તાનના નાપાક મનસુબાઓ પર પાણી ફરી વળ્યું છે
કચ્છ : કચ્છના જખૌના દરિયામાંથી શંકાસ્પદ બોટ સાથે પાંચ ડ્રગ્ઝ માફિયાઓને ઝડપી લેવામાં લેવામાં આવ્યો છે. ગુજરાત એટીએસને આ ડ્રગ્ઝના જથ્થા વિશે ગુપ્તચર માહિતી મળી હતી અને એના પગલે ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સફળતા મળી હતી. આ ઓપરેશન ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને SOGએ મળીને સંયુક્ત રીતે હાથ ધર્યું છે.
પાંચ દિવસ પહેલાં ગુમ થયેલી દીકરીની લાશ મળી ઝાડ પર લટકતી, ફાટ્યો પરિવારનો ગુસ્સો અને પછી...
ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે પાકિસ્તાન ગુજરાતની દરિયાઈ સીમા મારફતે ભારતની સીમામાં ડ્રગ્ઝ ઘુસાડીને દેશના યુવાધનને પાયમાલ બનાવવાનો પ્લાન બનાવી રહ્યું છે અને એટલે જ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
રાજસ્થાનમાં બાળ મૃત્યુદરની ચર્ચા: ગુજરાતનાં આંકડા પણ ચોંકાવનારા
આ ઓપરેશન બાદ બોટમાંથી 35 જેટલા ડ્રગ્ઝના પેકેટ મળી આવ્યા છે જેની કિંમત 175 કરોડ રૂપિયા જેટલી છે. હાલમાં આ ડ્રગ્ઝ માફિયાઓને જખૌ લાવવામાં આવ્યા છે અને તેમની ઉલટતપાસ કરીને આ ડ્રગ્ઝના કારોબાર વિશે તપાસ કરવામાં આવશે. આ તપાસ કરીને ડ્રગ્ઝના મુખ્ય સુત્રધારો વિશે વિગતો મેળવવામાં આવશે. આમ, સુરક્ષા એજન્સીઓને ડ્રગ્ઝના કારોબારને નાથવામાં મોટી સફળતા મળી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચારના જાણવા માટે કરો ક્લિક...