દવાના વેપારીઓનું 28મીએ બંધનું એલાન, ગુજરાતના વેપારીઓ બંધમાં જોડાશે
ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશન દ્રારા બંધને ટેકો આપશે. ગુજરાતના 25 હજાર અને અમદાવાદના 5 હજાર વેપારીઓ બંધમાં જોડાવાના છે.
સંજય ટાંક/ અમદાવાદ: દેશભરમાં દવાના વેપારીઓ દ્વારા 28 સપ્ટેમ્બરે બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં 9 લાખથી વધુ વેપારીઓ બંધના એલાનમાં જોડાવવાના છે. AIOCD દ્વારા ઓનલાઇન દવાના વેચાણનો દેશભરામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઓનલાઇન દવાના વેચાણના વિરોધમાં વેપારીઓ દ્વારા બંધના એલાન આપવામાં આવ્યું છે. દવાના વેપારીઓ એક દિવસય મેડિકલ સ્ટોર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશન દ્રારા બંધને ટેકો આપશે. ગુજરાતના 25 હજાર અને અમદાવાદના 5 હજાર વેપારીઓ બંધમાં જોડાવાના છે.