અમદાવાદનો ખતરનાક કિસ્સો! બે બાળકો સ્કૂલથી આવીને સીધા સૂઈ જતા, તપાસ કરી તો શરીરમાંથી ડ્રગ્સ મળ્યું
Drugs Addiction Case : સ્કૂલનાં બાળકો કોકેઈન લેતાં હતાં કે કોઈ આપી રહ્યું હતું? અમદાવાદના બે બાળકોનો ચોંકાવનારો કિસ્સો
Ahmedabad News :ગુજરાતમાં હવે ડ્રગ્સ પકડાય જ નહિ, ગુજરાતમાં પીવાય પણ છે. ગુજરાતનું યુવાધન ડ્રગ્સના રવાડે ચઢી રહ્યું છે. તેમને પાછલા બારણેથી ડ્રગ્સના આદિ બનાવાઈ રહ્યાં છે. જેમાં અમદાવાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના જાણાતા ટોક્સિકોલોજિસ્ટે એક એવો કિસ્સો વર્ણવ્યો જેનાથી દરેક માતાપિતાના પગ તળેથી જમીન સરકી જશે. કારણ કે, આ કિશોરોને તેમને ખબર ન પડે તે રીતે ડ્રગ્સ અપાતું હતું.
અમદાવાદમાં વાલીઓ માટે ચોકાવનારો કિસ્સો
અમદાવાદમાં ધોરણ 10 ના બે વિદ્યાર્થીઓ અજાણતા કોકેઈનની લતમાં પડી ગયા હતા. બાળકોનું વર્તણૂંક બદલાતા માતા પિતાએ તપાસ કરવાતા આ અંગેનો ઘટસ્ફોટ થયો હતો. બાળકોના યુરિન ટેસ્ટમાં કોકેઈનના અંશ મળી આવતા મોટો ધડાકો થયો હતો.
અમદાવાદમાં બેસીને અમેરિકન નાગરિકોને છેતરતું કોલ સેન્ટર પકડાયું, જુઓ કોનું કારસ્તાન
માતાપિતાને કેવી રીતે ખબર પડી
અમદાવાદના જાણીતા ટેક્સિકોલોજિસ્ટ ડો.તેજસ પ્રજાપતિએ આ કિસ્સા વિશે પ્રકાશ પાડતા જણાવ્યું કે, કિશોરના માતાપિતા મારી પાસે આવ્યા હતા. તેમણે કહ્યું કે, તેમના બંને બાળકો ટ્યુશન ક્લાસમાંથી આવીને તરત સૂઈ જાય છે. સાથે જ તેમનો સ્વભાવ પણ ચીડિયાપણો થઈ ગયો છે. કંઈ પણ કહીએ તો ગુસ્સો કરે છે. તેથી તેઓએ તબીબનો સંપર્ક કર્યો હતો. તબીબ દ્વારા બાળકોનું યુરિન ટેસ્ટ કરાવતા ખબર પડી કે, તેમને ડ્રગ્સ આપવામાં આવ્યું હતું.
તપાસ કરતા જાણ થઇ કે બાળકો ટ્યુશનથી છૂટી કોફીબારમાં જતા હતા. જ્યાં કોફી પીધા બાદ આ પરિવર્તન આવતું હતું. આ બાદ બાળકોની સારવાર શરૂ કરાઈ હતી. તેમજ તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. ડ્રગ્સની અસર અર્લી સ્ટેજમાં હોવાથી ઝડપી રિકવરી થઈ હતી.
બાળકોને બચાવવા શું કરવું
જો તમે તમારા સંતાનોને આ બદીથી દૂર રાખવા માંગો છો તો તમારા બાળક પર ધ્યાન રાખો. તે ક્યાં અને કોની સાથે ફરે છે તેનું ધ્યાન રાકો. સાથે જ તે ક્યાં ક્યાં જાય છે તેના પર નજર રાખો.
મુકેશ અંબાણીએ એમ જ નથી કર્યા પ્લાન સસ્તા, 1 કરોડ લોકોએ Jio છોડ્યું, જાણો કારણ