મુકેશ અંબાણીએ એમ જ નથી કર્યા પ્લાન સસ્તા, 1 કરોડ લોકોએ Jio છોડ્યું, જાણો કારણ
Jio Customers : થોડા સમય પહેલા ટેરિફના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. Jioના યુઝર બેઝમાં ઘટાડાથી કંપનીને વધારે નુકસાન થયું નથી. Jio કહે છે કે અમારું સંપૂર્ણ ધ્યાન શ્રેષ્ઠ 5G નેટવર્ક પ્રદાન કરવા પર છે
Trending Photos
Jion News : રિલાયન્સ જિયોના (Reliance Jio) પ્લાનમાં વધારો કરવો Jioને ભારે પડી ગયો છે. કંપનીએ 10.9 મિલિયન યુઝર્સ ગુમાવ્યા છે. માહોલ નેગેટિવ બનતાં આખરે મુકેશભાઈને (Mukesh Ambani's) પ્લાનની કિંમતમાં ઘટાડો કરવાની ફરજ પડી હતી. જો કે, આની Jioના 5G (Jio's 5G) સબ્સ્ક્રાઇબર બેઝ પર સકારાત્મક અસર પડી, જેમાં 17 મિલિયનનો વધારો થયો. કંપનીનો ચોખ્ખો નફો પણ 6,536 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.
રિલાયન્સ જિયોએ (Reliance Jio) થોડા સમય પહેલા રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો. હવે તેની અસર કંપનીના યુઝર બેઝ પર પણ જોવા મળી રહી છે. ક્વાર્ટર 2 માં લગભગ 10.9 મિલિયન ગ્રાહકોએ જિયો છોડી દીધું છે. હવે સવાલ એ છે કે શું Jio ને આની ચિંતા કરવી જોઈએ? તો જવાબ છે ના. કારણ કે તેની પાછળનું મુખ્ય કારણ એ હતું કે રિચાર્જ પ્લાનની કિંમત વધતાં ઘણી વખત કંપનીઓનો યુઝર બેઝ સરકી જાય છે.
જ્યારે, જો આપણે એકંદર આંકડાઓ પર નજર કરીએ, તો Jioના 5G સબસ્ક્રાઇબર બેઝમાં 17 મિલિયનનો વધારો થયો છે. Jioના 5G ગ્રાહકોની સંખ્યા પહેલા 130 મિલિયન હતી અને હવે તે વધીને 147 મિલિયન થઈ ગઈ છે. આ સમયે ARPUનો આંકડો પણ 181.7 હતો જે હવે વધીને 195.1 થયો છે. આ જ કારણ છે કે ટેલિકોમ કંપનીનો ચોખ્ખો નફો પણ વધીને 6,536 રૂપિયા થઈ ગયો છે. જોકે, Jioના એકંદર સબસ્ક્રાઇબર બેઝમાં ચોક્કસપણે ઘટાડો થયો છે.
Jio ને ફાયદો થયો
જિયોએ (Reliance Jio) આના પર કહ્યું કે કંપનીને ખબર હતી કે તેની અસર યુઝર બેઝ (user base) પર જોવા મળશે. કારણ કે થોડા સમય પહેલા ટેરિફના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. Jioના યુઝર બેઝમાં ઘટાડાથી કંપનીને વધારે નુકસાન થયું નથી. Jio કહે છે કે અમારું સંપૂર્ણ ધ્યાન શ્રેષ્ઠ 5G નેટવર્ક પ્રદાન કરવા પર છે. ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ સર્વિસ (FWA)ની મદદથી ઘરોને જોડી શકાય છે. આવી સ્થિતિમાં, તે વપરાશકર્તાઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે. 10.9 મિલિયન ગ્રાહકોના નુકસાનથી Jioના બિઝનેસમાં કોઈ ફરક પડવાનો નથી. ARPUને કારણે કંપનીની કામગીરીમાં સુધારો થયો છે. જો કે, અન્ય કંપનીઓને આનાથી ચોક્કસપણે ફાયદો થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે