અમદાવાદ :ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, છતાં આ કાયદો માત્ર કાગળ છે. આવામાં પોલીસની નિષ્કાળજીને પગલે ગુજરાતમાં વધુ એક દૂષણનો ઉમેરો થયો છે. એ છે ડ્રગ્સનો કાળો કારોબાર. ગુજરાતમાં જેમ દારૂબંધી હોવા છતા દારૂની હોમ ડિલીવરી પણ શક્ય છે, ત્યાં હવે ઘરઆંગણે ડ્રગ્સ પણ સરળતાથી મળી જાય છે. ડ્રગ ટેરરિસ્ટના નિશાના પર ગુજરાત છે. તો અમદાવાદ ડ્રગ્સ માફિયાઓની ચુંગાલમાં છે. આ ડ્રગ સ્ટ્રીટ પેડલર ગુજરાતની યુવા પેઢીને બેરોકટોક ડ્રગ પહોંચાડી રહ્યા છે. ઝી 24 કલાકના એક્સક્લુઝીવ અહેવાલમાં જાણીએ કે, કેવી રીતે બરબાદીનો સામાન ગુજરાતના યુવાધનના હાથમાં પહોંચે છે અને કોણ આપણા રાજ્યને ઉડતા ગુજરાત બનાવવા માગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ : ચારિત્ર્ય પર શંકા કરીને પતિએ પૂર્વ પત્ની પર કર્યો એસિડ એટેક


પંજાબ બાદ ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર 
ડ્રગ્સનો કાળો કારોબાર માટે પંજાબ રાજ્ય પંકાયેલું છે. કારણ કે, પાકિસ્તાનની બોર્ડર અહીંથી નજીક આવેલી હોવાથી અહી બિન્દાસ્ત ડ્રગ્સનો વેપલો થાય છે. ત્યારે ગુજરાત પણ ડ્રગ્સના અજગરી ભરડામાં ફસાઈ ચૂક્યું છે. પંજાબ અને ગુજરાત વચ્ચે એક સામ્યતા એવી પણ છે કે, બંને રાજ્યોને અડીને પાકિસ્તાનની બોર્ડર આવી છે. તેથી પાકિસ્તાને હવે ગુજરાતના દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘૂસાડવાનું મોટુ નેટવર્ક બનાવ્યું છે. ગત એક વર્ષમાં ગુજરાતના દરિયાઈ કિનારે મોટી માત્રામાં કરોડોનું ડ્રગ્સ પકડાયું છે, જે એ વાતની સાબિતી આપે છે કે પાકિસ્તાન માટે ગુજરાત ડ્રગ્સ ઘૂસાડવા માટેનું સેફ પેસેજ છે. એટલે જ હવે ગુજરાતમાં ડ્રગ્સ પણ સરળતાથી મળી જાય છે. ડ્રગ્સના કાળા કારોબારમાં સેન્ટર પર છે
અમદાવાદ. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં માંગો ત્યારે ડ્રગ્સ મળી જાય છે. 


 24 કલાકમાં સુરતમાં હત્યાનો બીજો બનાવ, વધુ એક યુવકની લાશ મળી



પાંચ રાજ્યોમાં ગુજરાતનું નામ
રાજ્યના પોલીસ વડાએ માદક પદાર્થો વેચાતા હોય તેવા સ્થળો પર દરોડા પાડવાના આદેશ આપ્યા છે. પરંતુ અમે જાણ્યું કે, ડ્રગ્સનો કાળો કારોબાર રાતના અંધારામાં થાય છે. ડ્રગ્સ માફિયાઓને મળેલા છૂટા દોરથી ગુજરાતનું નામ દેશનાં એ પાંચ રાજ્યોમાં નોંધાઈ ગયું છે, જે ડ્રગ્સની હેરાફેરી અને સેવનમાં કુખ્યાત છે. જે ડ્રાય સ્ટેટમાં દારૂ પણ વર્જિત છે, ત્યારે સવાલ એ છે કે, લોકો સુધી કોણ ખતરનાક ડ્રગ્સ પહોંચાડી રહ્યું છે. પાકિસ્તાનથી આવતું સંદિગ્ધ કબૂતર પણ પોલીસની નજરમાંથી બચી શકતું નથી, ત્યારે ડ્રગ્સનાં આખેઆખાં કન્સાઈન્મેન્ટ ગુજરાત પહોંચી રહ્યાં છે. રાજ્યનું સૌથી મોટું શહેર અમદાવાદ જ ડ્રગ્સ ડીલર સિટી બની ગયું છે. 



કચ્છની જળસીમા ડ્રગ્સ ઘુસાડવા માટે બની સોફ્ટ એન્ડ સેફ પેસેજ
27 માર્ચ 2019ના રોજ ગુજરાત એટીએસ અને કૉસ્ટગાર્ડે અરબી સમુદ્રમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી પોરબંદર તરફ જતી પાકિસ્તાની બોટમાંથી 500 કરોડની કિંમતના હેરોઈન સાથે 9 વિદેશી સ્મગલરોની ધરપકડ કરી હતી. એજન્સીઓથી બચવા સ્મગલરોએ હેરોઈન સહિત બોટને ફૂંકી મારી હતી. તેમ છતાં એટીએસએ 500 કરોડની કિંમતનું 100 કિલોગ્રામ હેરોઈન કબજે કર્યું હતું. બોટમાંથી ઝડપાયેલાં બે અફઘાની નાગરિકોની પૂછપરછમાં કચ્છને સાંકળતા વધુ એક ડ્રગ્સકાંડનો પર્દાફાશ થયો હતો. એટીએસની તપાસમાં 19 માર્ચ 2019નાં રોજ કચ્છના પિંગલેશ્વર કાંઠે 24 કરોડનું મેથામ્ફેટાઈમાઈન નામનું ડ્રગ્સ લેન્ડ થયું હોવાનું ખૂલ્યું હતું. આઈસના નામે પ્રચલિત ડ્રગ્સનો જથ્થો એટીએસએ દિલ્હીના
પહાડગંજમાં રહેતાં કુન્ની નામના શખ્સના ઘરમાંથી જપ્ત કર્યો હતો.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :