રાજકોટ : ચારિત્ર્ય પર શંકા કરીને પતિએ પૂર્વ પત્ની પર કર્યો એસિડ એટેક

ક્રાઈમ સિટી રાજકોટમાં ગઈકાલે મહિલાઓ સાથે બે વિચિત્ર બનાવ બન્યા હતા. બંને કિસ્સામાં મહિલાઓ પર હુમલા કરવામા આવ્યા છે, જે પરથી સમજી શકાય કે રાજકોટમાં મહિલા સલામતી નથી. આવી જ એક ઘટનામાં પૂર્વ પતિએ મહિલાના ચહેરા પર એસિડ એટેક કર્યો હતો. 
રાજકોટ : ચારિત્ર્ય પર શંકા કરીને પતિએ પૂર્વ પત્ની પર કર્યો એસિડ એટેક

સત્યમ હંસોરા/રાજકોટ :ક્રાઈમ સિટી રાજકોટમાં ગઈકાલે મહિલાઓ સાથે બે વિચિત્ર બનાવ બન્યા હતા. બંને કિસ્સામાં મહિલાઓ પર હુમલા કરવામા આવ્યા છે, જે પરથી સમજી શકાય કે રાજકોટમાં મહિલા સલામતી નથી. આવી જ એક ઘટનામાં પૂર્વ પતિએ મહિલાના ચહેરા પર એસિડ એટેક કર્યો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં પૂર્વ પતિએ મહિલા પર એસિડ એટેક કર્યો છે. રાજકોટના લોધાવાડ ચોક પાસે આ બનાવ બન્યો હતો. જેમાં પોરબંદરના પ્રિતેશ પોપટે તેની પૂર્વ પત્ની માયાબેન પર એસિડ એટેક કર્યો હતો. માયાબેન નોકરી પર જઈ રહ્યા હતા ત્યારે બાઇક પર આવીને તેણે માયાબેન પર એસિડ ફેંક્યું હતું. 

 24 કલાકમાં સુરતમાં હત્યાનો બીજો બનાવ, વધુ એક યુવકની લાશ મળી

બન્યું એમ હતું કે, માયાબેનના લગ્ન પોરબંદરમાં રહેતા પ્રિતેશ પોપટ સાથે થયા હતા. સંતાનમાં તેમને બે પુત્રીઓ હતો. બંને વચ્ચે અણબનાવ થતા માયાબેન પોતાની બંને દીકરીઓને લઈ રાજકોટમાં અલગ રહેતા હતા. બંનેએ 14 મહિના પહેલા છૂટાછેટા પણ લઈ લીધા હતા અને રાજકોટમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. પતિ પ્રિતેશને પહેલેથી જ માયાબેનના ચારિત્ર્ય પર શંકા હતી. તેથી ગઈકાલે માયાબેન જ્યારે ગોંડલ રોડ પરથી જઈ રહ્યા હતા ત્યારે પ્રતિશે બાઈક પર આવીને તેમનો પીછો કર્યો હતો. બાદમાં માયાબેનના ચહેરા પર પતિએ એસિડ ફેંકી તેમનો ચહેરો ગંદો કરવાનો પ્રયાસ કર્યો હતો. 

એસિડ એટેક કરીને પતિ પ્રિતેશ ત્યાંથી નાસી છૂટ્યો હતો. પણ માયાબેનનો ચહેરો તેમજ ખભાના ભાગે દાઝી ગયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ સમગ્ર મામલે એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટમાં અન્ય એક મહિલા પર પણ તેના પ્રેમી દ્વારા હુમલો કરાયો હતો. શહેરના વાજડી ખંભાલાની સીમમાં પૈસા માટે ઝઘડો થતા પ્રેમીએ પ્રેમીકાના કાન નાર અને વાળ કાપી લેતા ચકચાર મચી ગઇ છે. લોધિકાની દેવીપૂજક મહિલા વનિતા કેશુ વાધેલા તેના જામનગરમાં રહેતા પ્રેમીએ રૂપિયા બાબતે ઝઘડો થતા પ્રેમીકાના માથાના વાળ, નાક અને કાન કરી નાખી બે લાખ જેટલી રોકડ પડાવી લીધી હતી. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news