ઉદય રંજન/અમદાવાદ: ગુજરાત એટીએસે વધુ એક વખત એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડી છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ મેફેડ્રોન બનાવતી ફેક્ટરીમાંથી 51 કરોડ ડ્રગ્સ અને 3 આરોપીઓની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાંદીપુરા વાઇરસ વચ્ચે પાદરામાં આ જીવલેણ રોગનો હાહાકાર, 3 કેસ નોંધાતા તંત્રમાં દોડધામ


ગુજરાત ATS એ સુરતના પલસાણા તાલુકા ના કારેલી ગામ મા આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક શેડમાં રેડ કરી હતી. જ્યાંથી એમ.ડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડી છે. જે ફેકટરીમાંથી 31 કિલો લિક્વિડ એમ.ડી ડ્રગ્સ અને 4 કિલો તૈયાર એમ.ડી કબજે કર્યું છે. જેની કુલ કિંમત 51 કરોડથી વધુ થવા પામી છે. ગુજરાત ATS એ સુનીલ યાદવ અને વિજય ગજેરાની ધરપકડ કરી અન્ય એક આરોપી હરેશ કોરાટની જૂનાગઢથી અટકાયત કરી છે. સાથે જ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા દોઢ મહિનાથી આ ફેકટરીમાં ડ્રગ્સ બનાવવામાં આવ્યું હતું.


ફેકટરીમાં રેડ સમયે પકડાયેલ સુનીલ યાદવ કેમિકલ નાં ટ્રેડિંગ નું કામ કરે છે..જેને ડ્રગ્સ બનાવવા માટે નું રો મટીરીયલ પૂરું પાડ્યું હતું.. અન્ય આરોપી વિજય ગજેરા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે જેણે સોશિયલ મીડિયા પરથી ડ્રગ્સ બનાવવાનું શીખ્યો હતો અને ડ્રગ્સ બનાવવાનું કામ કરતો હતો..ત્યારે અન્ય એક આરોપી હરેશ કોરાટ આ ડ્રગ્સ ની ફેકટરી ન નું છૂટક કામ કાજ કરતો હતો. 


હવે તો ભૂલી જ જાઓ! સોનામાં બંપર ઉછાળો, લેટેસ્ટ ભાવ જાણી આંખો પહોળી થઈ જશે


એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપીએ મુંબઈ નાં ડ્રગ્સ માફિયા સલીમ સૈયદ ને 20 કરોડની કિંમતનું 4 કિલો ડ્રગ્સ સપ્લાય કરી ચૂક્યા છે .જોકે ફેકટરી ની તપાસ દરમિયાન મળી આવેલ સર સામાન ની તપાસ કરતા 25 કિલો થી વધુ નું ડ્રગ્સ સપ્લાય થયું હોવાની આશંકા છે, કારણ કે ફેકટરીમાં ડ્રગ્સ બનાવવા માટે 50 કિલો એમ.ડી ડ્રગ્સ માટેનું મટીરીયલ મંગાવવામાં આવ્યું હતું. ફેકટરી અંગે તપાસ કરતા 20હજાર રૂપિયાના ભાડા પર કેમિકલ નું કામકાજ કરવા માટે ભાડે જગ્યા લીધી હતી..જોકે કેમિકલ બનાવવાની આડમાં ડ્રગ્સની ફેકટરી બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. 


ગુજરાત ATS એ એક ટીમ મુંબઈ ડ્રગ્સ માફિયા સલીમ સૈયદ ને પકડવા માટે રવાના કરી છે..ત્યારે દોઢ માસ મા અલગ અલગ રાજ્યોમાં 25 થી 30કિલો એમ.ડી ડ્રગ્સ સપ્લાય થયું હોવાની આશંકા છે. જેને લઇ કોના માધ્યમથી આ ડ્રગ્સ વેચવામાં આવ્યું છે. સાથે જ ડ્રગ્સ બનાવવા માટે રો-મટીરીયલ ક્યાંથી માંગવ્યું છે અને અન્ય કોઈ આ ડ્રગ્સ કેસમા સંડોવાયેલ છે કે કેમ જેને લઈ આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.


દાયકાઓ બાદ શનિ ગોચર અને સૂર્યગ્રહણ એક જ દિવસે, 2027 સુધી 3 રાશિવાળાને બંપર ધનલાભ થશે


સૂત્રોની વાત માનીએ તો આ ડ્રગ્સ મુંબઈ મોકલ્યા બાદ ફરી એનું એ ડ્રગ્સ મુંબઈ ડ્રગ્સ માફિયા ગુજરાતમાં છૂટકમાં વહેંચતા હતા ત્યારે પકડાયેલ આ ત્રણ આરોપીઓ ગુજરાત વેચતા ન હતા કેમ કે પોલીસના હાથે જલ્દી પકડાય શકે છે એટલે રાજ્ય બહાર વેચાણ કરતા હતા.