Gujarat Assembly session: ગુજરાત વિધાવસભામાં સત્ર ચાલી રહ્યું છે, ત્યારે વિવિધ મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે ફરી એકવાર ગૃહમાં ડ્રગ્સનો મુદ્દો ઉઠ્યો છે. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ NDPS અને ડ્રગ્સ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સવાલ કર્યો હતો. જેમાં ગૃહરાજ્ય મંત્રીએ જવાબ આપતા કેટલાક આંકડા રજૂ કર્યા હતાં. જેમાં ખુદ સરકારે જ ગુજરાતમાં બે વર્ષમાં 5 હજાર 338 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હોવાનો ખુલાસો કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ફરી અંધાપાકાંડ; 7 દર્દીઓને મોતિયાના ઓપરેશન બાદ અંધાપોની અસર, અ'વાદ ખસેડાયા


ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 5 હજાર 338 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. જેમાંથી વર્ષ 2022-23માં NDPSના 512 કેસ નોંધાયા છે. દ્વારકામાંથી બે વર્ષમાં 1 લાખ 76 હજારનું MD ડ્રગ્સ ઝડપાયું છે. તો દ્વારકામાંથી કુલ રૂપિયા 2 લાખ 40 હજારથી વધુ કિંમતના કફ સીરપના 1,622 નંગ જપ્ત કરાયા છે. સાથે દ્રારકામાં 15,વડોદરા શહેર અને ગ્રામ્યમાંથી 87 લોકોની ધરપકડ કરાઇ છે.


જેનો ડર હતો એ તારીખ આવી ગઈ! ક્યારેય નહી સાંભળી હોય આવી આગાહી! હોળી પહેલા ખરાબ વરતારો


આ સિવાય વડોદરા શહેરમાંથી રૂપિયા 56 લાખ 32 હજારથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરા ગ્રામ્યમાંથી રૂપિયા 25 લાખ 37 હજારથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે, જ્યારે દ્વારકા નજીક સમુદ્ર બોર્ડર હોવાથી તેને વિજિલન્ટ એરિયા તરીકે રખાયો છે.


ગુજરાતના બાળકે બનાવ્યું અનોખું સાધન! 1600 કિ.મી દરિયાની થશે સફાઈ, જાપાને પણ વખાણ્યું