ગુજરાતના વિદ્યાર્થીએ બનાવ્યું અનોખું સાધન! 1600 કિ.મી દરિયાની થઈ શકશે સફાઈ, જાપાને પણ વખાણ્યું!

ફણસા ગામની સરકારી પ્રાથમિક શાળાના નાના બાળકે કમાલ કર્યો છે. Seashore વિસ્તારમાં એકઠા થતા કચરા અને ગંદકીને સાફ કરવા આ બાળકે બનાવેલું એક સામાન્ય લાગતું સાધન આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે.

ગુજરાતના વિદ્યાર્થીએ બનાવ્યું અનોખું સાધન! 1600 કિ.મી દરિયાની થઈ શકશે સફાઈ, જાપાને પણ વખાણ્યું!

નિલેશ જોશી/વલસાડ: જિલ્લાના ઉમરગામના દરિયા કિનારે આવેલા ફણસા ગામની સરકારી પ્રાથમિક શાળાના નાના બાળકે કમાલ કર્યો છે. તેને બનાવેલું એક સામાન્ય લાગતું સાધન આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે. દરિયા કિનારા વિસ્તારમાં એકઠા થતા કચરા અને ગંદકીને સાફ કરવા આ બાળકે એવું શું બનાવ્યું છે.?? કે જેની કીર્તિ આજે દેશના સીમાડા વટાવી અને વિદેશ જાપાન સુધી પહોંચી છે. અને હવે આ બાળક આ સામાન્ય સાધનને જાપાનમાં રજૂ કરી ન માત્ર પોતાના ગામ કે ગુજરાત પરંતુ સમગ્ર દેશનું નામ વિદેશમાં રોશન કરી દૂનિયામાં પોતાની પ્રતિભાનો પરચો કરાવવા જઈ રહ્યો છે. 

રાજ્યના શાળાના બાળકોની પ્રતિભા ને બહાર લાવવા સરકાર દ્વારા અવનવા પ્રયાસ કરવામાં આવે છે. જે અંતર્ગત યોજાતા વિજ્ઞાન મેળામાં બાળકોની છુંપી પ્રતિભા બહાર આવે છે. ત્યારે વલસાડના ફણસાના ધોરણ આઠમાં અભ્યાસ કરતા એક શાળાના બાળકે એવું સાધન બનાવ્યું કે જે જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાથી લઈને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં જઈ રહ્યું છે. 

ફણસાની બુનિયાદી પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરી અત્યારે ગામની હાઇસ્કુલમાં અભ્યાસ કરતો આ છે. જૈનીલ માંગેલા નામનો વિદ્યાર્થી. જૈનીલ અને તેની શિક્ષિકાએ મળી દરિયાકિનારે સફાઈ કરવા માટે એક વિશેષ સાધન બનાવ્યું છે. જેને બીચ ક્લીનર નામ આપ્યું છે. જે દરિયા કિનારે એકઠા થતાં કચરા ને સરળતા અને ઝડપી સાફ કરી શકાય છે. 

મહત્વપૂર્ણ છે કે ફણસા દરિયા કિનારે આવેલું છે. આથી સાગર ખેડુ પરિવારનો જૈનીલ બાળપણથી જ ગામના દરિયા કિનારે ફરવા અને રમવા જતો હતો. જોકે ગામના દરિયા કિનારે પ્લાસ્ટિક સહિતની અન્ય ગંદકી જોઈ તેના વિશે ચિંતિત થતો હતો. જોકે તેણે પોતાના ગામના દરિયા કિનારાને સ્વચ્છ રાખવા અને દરિયા કિનારે એકઠા થતાં કચરાને સાફ કરવા માટે કઈ કરવા વિચાર્યું ને તેણે પોતાના મનની વાત પ્રાથમિક શાળાના એક શિક્ષિકાને કરી. 

આથી તેને પોતાની શિક્ષિકાની મદદથી દરિયાકિનારે સફાઈ કરવાનું બીચ ક્લીનર નામનું સાધન બનાવ્યું છે. જે લોખંડ અને જાળીથી બનેલું પાવડા જેવું સાવ સામાન્ય લાગે છે. પરંતુ તેનું કામ એવું છે કે તેની સિધ્ધિ દેશના સીમાડા વટાવી આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઈ છે અને જાપાનમાં યોજાનારા એક સ્પર્ધામાં પસંદગી થતા હવે આ નાનકડા ગામની શાળાનો વિદ્યાર્થી હવે દેશનું નામ રોશન કરવા જાપાન જઇ રહ્યો છે. આથી તે અને શાળાના શિક્ષકો પણ ગર્વ ની લાગણી અનુભવી રહ્યા છે. જેનીલ અને તેની શિક્ષિકાએ બનાવેલું આ બીચ ક્લીનર નામનું સાધન દેખાવે સાવ સામાન્ય લાગે છે. પરંતુ તેનું કામ મહત્વનું છે. 

મહત્ત્વપૂર્ણ છે કે નદીઓ અને નાળાઓમાંથી પ્લાસ્ટિક સહિતના હાનિકારક કચરો વહી અને દરિયામાં ભળે છે. આથી આ પ્લાસ્ટિક અને અન્ય હાનિકારક કચરાને કારણે દરિયાની જીવ સૃષ્ટિને પણ નુકસાન થાય છે. અને દરિયા કિનારા વિસ્તારોમાં પ્રદૂષણ પણ ફેલાય છે. આથી દરિયાકિનારે કચરાના ઢગલા અને ગંદકી જોવા મળે છે. દરિયા કિનારે એકઠા થતા કચરાને સાફ કરવો સરળ નથી. હાથથી સાફ સફાઈ કરતા માત્ર મોટા કચરો જ સાફ થઈ શકે છે. પરંતુ દરિયાની રેતીમાં પડેલા નાના કચરાને સાફ કરવું સરળ નથી. પરંતુ જેનીલે બનાવેલું આ બીચ ક્લીનરની વિશેષતા એ છે કે તે નાના કચરાને પણ સરળતાથી સાફ કરી શકે છે. 

આ નાનકડા ગામની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ બનાવેલું આ સામાન્ય લાગતું સાધન જિલ્લા કક્ષા રાજ્યકક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યું હતું. અને હવે આગામી સમયમાં જાપાનમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં પણ તેની પસંદગી થઈ છે. આથી આ બાળક હવે જાપાનમાં જઈ અને ગુજરાત. અને દેશનું રામ રોશન કરશે. આથી તેના સમાજ અને ગામના લોકો પણ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. આ નાનકડા ગામના દરિયા કિનારે રહેતા એક સાગર ખેડુ પરિવારના પુત્ર એ બનાવેલા સાધનથી રાજ્યના 1600 કિલોમીટરના દરિયા કિનારે ફેલાતી ગંદકીને સાફ કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news