ઉદય રંજન, અમદાવાદ: કોરોનાનાં સમયમાં અમદાવાદ શહેરમાં લોકડાઉનનું કડક પાલન કરાવ્યા બાદ સરકાર દ્વારા કરાઈના ડેપ્યુટી ડાયરેક્ટર હરેશ દુધાતને સુરતમાં કોરોનાનાં કેસ વધતા ત્યાં વિશેષ સેવા માટે મોકલ્યા હતાં. હવે હરેશ દુઘાત અને તેમની પત્નીને કોરોના પોઝિટિવ આવ્યો છે. હાલ બન્નેને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- અમદાવાદ: ચોરી કરવાની આ હતી મોડસ ઓપરેન્ડી, LCBના હાથે 5 આરોપીઓ ઝડપાયા


અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિને કરાઈના ડેપ્યુટી ડાયરેક્ટરના હરેશ દુધાતને સુરતના કોરોના પ્રભાવિત વિસ્તારમાં મોકલી આપવામાં આવ્યા હતાં. દુધાતે અગાઉ અમદાવાદમાં સુપર સ્પ્રેડરને કંટ્રોલ કરવામાં મદદ કરી હતી. હાલ અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાના એક દિવસના 160થી 170ની આસપાસ કેસ આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં કુલ 157 નવા કેસ નોંધાયા છે અને 4 દર્દીના મોત થયા છે. જ્યારે કુલ 173 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો:- રાજ્યમાં આજે ધોરણ 12 સાયન્સ અને ધોરણ 10ની પૂરક પરીક્ષા, બે તબક્કામાં યોજાશે પરીક્ષા


24 ઓગસ્ટની સાંજથી 25 ઓગસ્ટની સાંજ સુધીમાં શહેરમાં 145 અને જિલ્લામાં 12 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 4 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 148 અને જિલ્લામાં 25 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 30,521 થયો છે. જ્યારે 25,420 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે અને મૃત્યુઆંક 1,692 થયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર