Gujarat Police : ગુજરાતના સૌથી લિસ્ટેડ અને મોસ્ટ વોન્ટેડ બુટલેગરને પરત લાવવાની પોલીસની મહેનત પર પાણી ફરી વળ્યું છે. કારણ કે, રાજ્યના સૌથી મોટા બુટલેગરને દૂબઈથી ગુજરાત લાવવાના ગુજરાત પોલીસના પ્રયાસને મોટો ઝટકો લાગ્યા છે. કારમ કે, દૂબઈ સરકારે બુટલેગર વિજુ સામેનું વોરંટ રદ કર્યું છે. વડોદરાના વિજય ઉદવાની ઉર્ફે વિજુ સિંધી સામે પ્રોહિબિસનના 38 કેસો નોંધાયેલા છે. પોલીસ દ્વારા દુબઈ સરકારે માંગેલા અગત્યના પુરાવા અને જરૂરી કાગળો પૂરા નહિ પાડવામાં આવતા દુબઈ સરકારે બુટલેગર સામે જારી કરેલું ધરપકડ વોરંટ એક તરફી નિર્ણય લઈ રદ કર્યું છે. સાથે જ વિજુ સિંધી સામેનું વોરંટ રદ કરી બોન્ડની રકમ અને પાસપોર્ટ પરત કરવાનો આદેશ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસને ઝટકો
ગત જુલાઈ મહિનામાં દૂબઈમાં વીજુ સિંધીની ધરપકડ કરાઈ હતી. દૂબઈ પોલીસ દ્વારા ગુજરાત પોલીસ પાસેથી તેના સરેન્ડરના જરૂરી દસ્તાવેજ અને પુરાવાની માંગ કરાઈ હતી. પરંતુ ગુજરાત પોલીસ રેડકોર્નર નોટિસ અને પ્રત્યાપર્ણની શરતો મુજબના કાગળો લાંબા સમય સુધી રજૂ નહીં કરી શકતા પ્રથમ વિજુ સિંધીને બે લાખ દિરહામના બોન્ડ અને પાસપોર્ટ જમાં કરવાની શરતે જામીન આપ્યા હતા તેમ છતાં ગુજરાત પોલીસે જરૂરી કાગળ રજૂ નહિ કરતા દુબઈ સરકારે એક તરફી નિર્ણય લઈને વિજુ સિંધી સામેનું વોરંટ રદ કરી બોન્ડની રકમ અને પાસપોર્ટ પરત કરવાનો આદેશ કર્યો છે.


હાર્દિકભાઈ ભૂલી ગયા એ દિવસો : રાહુલ ગાંધીને ગુજરાત વિરોધી કહેતા લોકો હાર્દિક પટેલ પર


કોણ છે વીજુ સિંધી
વડોદરાના વિજય ઉદવાની ઉર્ફે વિજુ સિંધી સામે પ્રોહિબિસનના 38 કેસો નોંધાયેલા હતા. તે ગત જુલાઈ મહિનામાં દૂબઈ ગયો હતો તેવી બાતમી ગુજરાત પોલીસને મળી હતી. તેથી તેની સામે રેડ કોર્નર નોટિસ ઈશ્યુ કરાઈ હતી. જેથી દૂબઈ પોલીસે તેની ધરપકડ કરી હતી. તેના બાદ ગુજરાત પોલીસ પાસેથી તેના સરેન્ડરના જરૂરી દસ્તાવેજ અને પુરાવાની માંગ કરાઈ હતી. 


તલાટીની પરીક્ષા અંગે થઈ મોટી હલચલ, પરીક્ષા કેન્દ્ર અંગે થઈ આ ચર્ચા


વિનોદ સિંધી ઉર્ફે વીજુ સિંધી આખા ગુજરાતમાં દારૂની ડિલિવરી કરે છે. જેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતની અલગ-અલગ જગ્યાએ કઈ રીતે દારૂ સપ્લાય કરવો, કઈ ગાડીમાં ક્યાં જીપીએસ લગાવવું, પોલીસથી કઈ રીતે બચવું તેમજ ક્યાં, કોને કેટલા પૈસા આપવા એ તમામ વિગતો અગાઉથી જ નક્કી હોય છે.  હરિયાણા, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી ગુજરાતમાં કરોડોનો દારૂ ઠાલવનાર વીજુ સિંધી ગત વર્ષે એપ્રિલ મહિનામાં દુબઇ ભાગી ગયો હતો. જેના બાદ તે જુલાઈ મહિનામાં પકડાયો હતો.


ગેનીબેન ભાજપના થાશો કે નહિ એવું પૂછતા આપ્યો આ જવાબ