જાહેરમાં બોલવાનું ટાળતા UAE પ્રેસિડન્ટે વાઈબ્રન્ટમાં આપ્યું જોરદાર ભાષણ, ગુજરાત બન્યુ નિમિત્ત
Vibrant Gujarat Global Summit : દુબઈના પ્રેસિડન્ટે પ્રધાનમંત્રી મોદી સાથેની નિભાવી મિત્રતા. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાષણ આપ્યું અને આ રીતે ભારત અને તેમના મિત્ર પીએમ મોદી પ્રત્યેનો તેમનો આદર દર્શાવ્યો
His Highness Sheikh Mohammed bin Rashid Al Maktoum : ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત સમિટના 10 સંસ્કરણમાં દેશવિદેશના રોકાણકારો આવ્યા અને ગુજરાતમાં મોટા રોકાણની જાહેરાત કરી. ત્યારે આ સમિટના ખાસ મહેમાન દુબઈના પ્રેસિડન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન બની રહ્યા. પીએમ મોદીએ ગઈકાલે તેમની સાથે અમદાવાદથી ગાંધીનગર સુધી ભવ્ય રોડ શો કર્યો હતો. ત્યારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં એક ખાસ બાબત જોવા મળી હતી. આમ તો UAE ના શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સામાન્ય રીતે મોટા જાહેર મંચો પર ક્યારેય બોલતા નથી. તેમણે UAE દ્વારા આયોજિત COP-28 સમિટમાં પણ વાત કરી ન હતી. પરંતુ, તેમણે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાષણ આપ્યું અને આ રીતે ભારત અને તેમના મિત્ર પીએમ મોદી પ્રત્યેનો તેમનો આદર દર્શાવ્યો હતો.
પીએમ મોદીએ UAE ના પ્રમુખને માય બ્રધર તરીકે સંબોધ્યા
પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ દૂબઈના પ્રેસિડન્ટના વખાણ કર્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યુ હતું કે, અમૃતકાળમાં પહેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ યોજાય રહી છે. સમિટમાં આવેલ 100 જેટલા દેશો ભારતના વિકાસના સહયોગી છે. UAE ના રાષ્ટ્રપતિનું સમીટમાં આવવું અમારા માટે ગૌરવની વાત છે. ભારત અને UAE ના આત્મીય સંબંધોનું પ્રતીક છે. વાઇબ્રન્ટ સમિટ ગ્લોબલ પ્લેટફોર્મ બની છે. ભારત અને UAE એ રીન્યુએબલ એનર્જી અને ફૂડ પાર્ક માટેના કરાર કર્યા છે. પોર્ટના વિકાસ માટે UAE ની કંપનીઓ રોકાણ કરશે. ભારત અને UAE એ પોતાના સંબંધોને ઉંચાઈ આપી છે. પીએમ મોદીએ UAE ના પ્રમુખ ને માય બ્રધર તરીકે સંબોધ્યા.
મુકેશ અંબાણીએ વાઈબ્રન્ટ સમિટમાં ગુજરાતીઓને આપ્યા 5 વચન
પ્રેસિડન્ટ માટે પ્રોટોકોલ તોડ્યો
ઉલ્લેખનીય છે કે, UAE અને ભારતની મિત્રતા વર્ષો જૂની છે.. પરંતુ 2014માં મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ UAE આ મિત્રતા વધુ ગાઢ બની છે. પ્રથમ વખત ગુજરાતના મહેમાન બનેલા UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બીન ઝાયેદ અલ નાહ્યાનના સ્વાગત માટે પ્રધાનમંત્રી મોદીએ પ્રોટોકોલ તોડ્યો છે. એટલું જ નહીં બંને નેતાઓએ રોડ શો મારફતે અમદાવાદની પ્રજાનું અભિવાદન ઝીલ્યુ હતું. વાઈબ્રન્ટ સમિટ માટે પહોંચેલા UAEના રાષ્ટ્રપતિનું કેવી રીતે અમદાવાદમાં થયું ભવ્ય સ્વાગત કરાયું હતું.
ગૌતમ અદાણીએ ગુજરાતમાં કરી મોટા રોકાણની જાહેરાત, 1 લાખ નવી નોકરીઓ આવશે
યુએઈ પ્રેસિડન્ટને ગાર્ડ ઓફ ઓનર અપાયું
અમદાવાદમાં UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બીન ઝાયેદ અલ નાહ્યાનના સ્વાગત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ગળે મળીને ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. મોહમ્મદ બીન ઝાયેદ અલ નાહ્યાનના સ્વાગત માટે વિદેશમંત્રી એસ. જયશંકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં અલ નાહ્યાનને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતુ...
પ્રધાનમંત્રી અને પ્રેસિડન્ટ એક જ કારમાં સવાર હતા
અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર લીલા હોટલ સુધી બંને નેતાઓએ ભવ્ય રોડ શો યોજ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જ UAEના રાષ્ટ્રપતિ એક જ કારમાં સવાર થયા હતા. સાંસ્કૃતિક ઝાંખીની ઝલક સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને UAEના રાષ્ટ્રપતિનું લોકોએ અભૂતપૂર્વ રીતે સ્વાગત કર્યું હતું.. રોડની બંને તરફ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ભાવપૂર્વક બંને નેતાઓનું સ્વાગત કર્યું હતું.
20 હજાર રૂપિયા વ્યાજે લેવાના બદલામાં યુવકને મળ્યું મોત : વ્યાજખોરોએ બદલો લીધો