Gautam Adani Announcements: ગૌતમ અદાણીએ ગુજરાતમાં કરી મોટા રોકાણની જાહેરાત, 1 લાખ નવી નોકરીઓ આવશે

Gautam Adani Investment Announcements: ગુજરાતમાં આગામી 5 વર્ષમાં 2 લાખ કરોડનું રોકાણ કરવાની ગૌતમ અદાણીની જાહેરાત. અદાણી જૂથ ખાવડામાં સૌથી મોટા 30 ગીગાવોટના ગ્રીન એનર્જી પ્લાન્ટની કરશે સ્થાપના. અદાણી જૂથની જાહેરાતથી ગુજરાતમાં વધશે 1 લાખ રોજગારી

Gautam Adani Announcements: ગૌતમ અદાણીએ ગુજરાતમાં કરી મોટા રોકાણની જાહેરાત, 1 લાખ નવી નોકરીઓ આવશે

Gautam Adani in Vibrant Gujarat: આજે ગુજરાતમાં મોટા મોટા રોકાણકારોનો મેળો લાગ્યો હતો. જેમાં વિશ્વભરમાંથી આવેલા ઉદ્યોગપતિઓએ ફરીથી રોકાણ માટે ગુજરાતની પસંદગી કરી છે. તો બીજી તરફ દેશના ઉદ્યોગપતિઓએ પણ ગુજરાત પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. આ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ગૌતમ અદાણીએ મોટા રોકાણની જાહેરાત કરી છે. ગૌતમ અદાણીએ ગુજરાતમાં વધુ રોકાણની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આગામી 5 વર્ષમાં 2 લાખ કરોડનું ગુજરાતમાં રોકાણ કરશે. જેનાથી 1 લાખ રોજગારીઓ વધશે. 

આકાશમાંથી જોઈ શકાય તેવો પાર્ક ગુજરાતમાં બની રહ્યો છે
ગૌતમ અદાણીએ ગુજરાતમાં આગામી પાંચ વર્ષમાં ૨ લાખ કરોડના રોકાણની જાહેરાત કરી. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, દરેક સમિટમાં મેં ભાગ લીધો છે તેનો મને ગર્વ છે. 2014 થી ભારતનો GDP અને કેપિટલ ઈન્કમમાં વધારો થયો છે. ત્યારે સોલાર એનર્જી અને જી-20 નાં કારણે એક બેન્ચ માર્ક સેટ કર્યો છે. હજુ ઘણું બધુ સારૂ થવાનું છે. આગામી 2025 સુધીમાં 55 હજાર કરોડનું રોકાણનાં લક્ષ્યાંકમાંથી 50 હજાર કરોડનું રોકાણ તો થઈ ગયું છે. આજે હું વધારાના રોકાણ બાબતે જાહેરાત કરું છું. ખાવડામાં એનર્જીમાં ૩૦ ગીગાવોટ ગ્રીન એનર્જીના ઉત્પાદનની જાહેરાત કરૂં છું. આકાશમાંથી જોઈ શકાય તેવો પાર્ક બની રહ્યો છે. આગળના ૫ વર્ષ ૨ લાખ કરોડનું ગુજરાતમાં રોકાણ કરશે, જેના થકી ૧ લાખ રોજગારીઓ વધશે. 

ગૌતમ અદાણીએ કહ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત એ PM મોદીની અસાધારણ દ્રષ્ટિની અદભૂત અભિવ્યક્તિ છે. તેમાં તમારી તમામ હોલમાર્ક હસ્તાક્ષર, ભવ્ય મહત્વાકાંક્ષા, વિશાળ સ્કેલ અને દોષરહિત અમલીકરણ છે. અમે આત્મનિર્ભર ભારત માટે ગ્રીન સપ્લાય ચેનનો વિસ્તાર કરી રહ્યા છીએ. અને સૌથી મોટી સંકલિત, રિન્યુએબલ એનર્જી ઈકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ. આગામી 5 વર્ષમાં, અદાણી ગ્રુપ ગુજરાતમાં 2 લાખ કરોડથી વધુનું રોકાણ કરશે.

તેમણે કહ્યું કે, કચ્છનાં ખાવડામાં 30 ગીગા વોટની રિન્યુએબલ એનર્જી બને તે પ્રકારનો પ્લાન્ટ નાંખીશું. તેમજ ગ્રીન સપ્લાય ચેનમાં વધારો કરીશું. તેમાં સોલાર પેનલ, વીન્ડ ટર્બાઈન, કોપર, અને સમિનેટ પ્રોજેક્ટ પર ભાર મુકવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news