• રાજકોટની કંપનીએ બનાવેલ ધમણ વેન્ટીલેટરના વિવાદો અટકવાનું નામ નથી લેતા

  • સરકારી હોસ્પિટલમાંથી ધમણ 1 વેન્ટીલેટર પરત ખેંચવાની કોંગ્રેસની માંગ


રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાની SSG હોસ્પિટલમાં ગઈકાલે આગ લાગવાનો બનાવ બન્યો હતો. હોસ્પિટલ (fire in hospital) માં પ્રથમ માળે લાગેલી આગમાં જલ્દી જ કાબૂ મેળવાયો હતો. જેને પગલે કોઈ જાનહાનિ થઈ ન હતી. આગમાંથી 38 દર્દીઓને રેસ્ક્યૂ કરાયા હતા, જેમાંથી 3 દર્દીઓને ગોત્રી હોસ્પિટલ ખસેડાયા હતા. અન્ય દર્દીઓને સયાજી હોસ્પિટલના બીજા માળે ખસેડાયા હતા. સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા તપાસનાં આદેશ આપવામાં આવ્યા હતા, સાથે જ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. તો બીજી તરફ, રાજ્યમાં અતિચર્ચાસ્પદ ધમણ વેન્ટીલેટર (dhaman ventilator) આ આગને કારણે ફરી ચર્ચામાં આવ્યું છે. સયાજી હોસ્પિટલમાં ધમણ 1 વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનો ખુલાસો થયો છે. 


આ પણ વાંચો : કોરોનાના ડરથી કમલમ બંધ, ભાજપની ચિંતન બેઠક પણ રદ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે એક નિવેદનમાં જણાવ્યું કે, ધમણ 1 મા થયેલા ભ્રષ્ટાચારની તપાસની કોંગ્રેસની માંગ છે. સરકારી હોસ્પિટલમાંથી ધમણ 1 વેન્ટિલેટર પાછા ખેંચવા જોઈએ. ધમણના ઉત્પાદકના વિરુદ્ધમા પોલીસ ફરિયાદ કરવાની માંગ તેઓએ કરી છે. સાથે જ છે. સયાજી હોસ્પિટલના તંત્ર પર આગનું કારણ છુપાવવાનો કોંગ્રેસ પ્રમુખે આરોપ મૂક્યો છે. 


આ પણ વાંચો : કંગનાનું સુરક્ષા કવચ બનશે ગુજરાતની કરણી સેના, ઘરે સુધી સુરક્ષિત પહોંચાડવાની જવાબદારી લીધી...


જોકે, સયાજી હોસ્પિટલમાં આગ લાગવા મામલે હોસ્પિટલના સુપરીટેન્ડન્ટ રંજન ઐયર કોઈ ફોડ પાડી નથી રહ્યાં. પરંતુ સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, ધમણ 1 વેન્ટિલેટર માં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું અનુમાન છે. કયા વેન્ટિલેટરમાં આગ લાગી તે અંગે સુપ્રિટેન્ડન્ટ પાસે કોઈ માહિતી નથી. સૂત્રો મુજબ, કયા વેન્ટિલેટરમાં આગ લાગી તે અંગે સુપ્રિટેન્ડન્ટ પાસે નથી માહિતી. આગ લાગવાની ઘટનામાં તલસ્પર્શી તપાસ કરવામાં આવશે. પરંતુ આજે સાંજ સુધીમાં ફરીથી ICU 1 વોર્ડ કાર્યરત થઈ જશે. સયાજી હોસ્પિટલમાં ICU 1 વોર્ડમાં આગ લાગી હતી. 


આ પણ વાંચો : જમીન પચાવી પાડવાનો ખેલ હવે ગુજરાતમાં નહિ ખેલાય, આવ્યા મોટા બદલાવ