સ્નેહલ પટેલ/નવસારી :ચોમાસાની સીઝન શરૂ થતા જ વીજળી પડવાના, કરંટ લાગવાના, પૂરમાં વહી જવાના બનાવો વધી રહ્યાં છે. આવામાં નવસારીના ચીખલીના એક ગામે દુખદ ઘટના બની છે. નવસારીના ચીખલીના ખૂંધ ગામે કરંટ લાગતા એક જ પરિવારના ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યાં છે.


અમદાવાદમાં આયુષ વિભાગમાં ડેપ્યુટેશન પર ગયેલા મહિલા તબીબ કોરોના સાથે દ્વારકા પરત ફર્યાં 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ખૂંધ ગામે પટેલ  પરિવારની વહુ કલ્પના પટેલ કપડા સૂકવવા માટે ઘરની બહાર ગયા હતા. ત્યારે તેઓને અચાનક કરંટ લાગ્યો હતો. ત્યારે તેઓને બચાવવા માટે ગયેલા સસરા બચુભાઈને કરંટ લાગ્યો હતો. તો સાથે જ બંનેને બચાવવા ગયેલા દાદી સાસુ લલીબેન પટેલને પણ કરંટ લાગ્યો હતો. આમ, એકસાથે ત્રણેય જણાને કરંટ લાગતા ત્રણેયના મોત નિપજ્યા છે. તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ચીખલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  


સિસલ્સમાં મૃત્યુ પામેલ કચ્છના યુવાનને કુટુંબની કાંધ કે દફનની માટી પણ નસીબ ન થઈ


  • લલીબેન રવજીભાઈ પટેલ (ઉંમર 80 વર્ષ)

  • બચુભાઇ ઉર્ફે સુમનભાઈ રવજીભાઈ પટેલ (ઉંમર 60 વર્ષ)

  • કલ્પનાબેન શૈલેષભાઇ પટેલ (ઉંમર 35 વર્ષ)  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર