Gujarat Weather 2024: ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં સૂર્ય દેવતા તાંડવ મચાવી રહ્યા છે. તાપમાનનું ટોર્ચર એટલે હદ સુધી પહોંચ્યું છે કે હવે લોકો હીટસ્ટ્રોકના કારણે ટપોટમ મોતને ભેટવા લાગ્યા છે. તો બીજી તરફ રાજ્યની હોસ્પિટલો પણ ઉભરાવવા લાગી છે. ત્યારે લોકોએ હજુ કેટલા દિવસ સુધી સહન કરવુ પડશે તાપનું ટોર્ચર?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોતનો નથી જળવાતો મલાજો! એક સાથે કોલ્ડ સ્ટોરેજમા 2-2 લાશો, તંત્રમાં માનવતા મરી પરવારી


  • સૂર્ય દેવતાની અગ્નિ પરીક્ષા

  • આકાશમાંથી વરસી રહ્યા છે અગનગોળા 

  • હીટ સ્ટ્રોકથી મોતને ભેટી રહ્યા છે લોકો 


બિપરજોય, મોચા, હવે રેમલ....અચાનક કેમ વધી રહ્યા છે શક્તિશાળી, વિનાશક વાવાઝોડા?


ગુજરાતની ગરમી હાલ રેકોર્ડ તોડી રહી છે. તો બીજી તરફ સૂર્ય દેવતા પણ આકાશમાંથી અગનગોળા વરસાવીને જાણે લોકોની અગ્નિપરીક્ષા લઈ રહ્યા છે. ગુજરાતમાં ગરમીનો પારો હવે 45-46 ડિગ્રી જાણે સામાન્ય બની ગયો છે. કેમ કે છેલ્લા 8-10 દિવસથી અલગ અલગ શહેરોનું તાપમાન 45 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યુ છે. બપોરના 11 વાગ્યાથી 6 વાગ્યા વચ્ચે ઘરની બહાર નીકળવું એટલે જાણે મોતને આમંત્રણ આપવા સમાન બની ગયું છે. 


કૂતરું, બિલાડી કરડ્યાના કેટલાક સમય સુધીમાં લઈ શકાય ઈંજેકશન? આ જાણકારી બચાવશે જીવ


રાજ્યમાં હાલ જેમ જેમ ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે. તેમ તેમ લોકોનું જીવવું હરામ થઈ રહ્યુ છે. ત્યારે આકરી ગરમીથી પરેશાન લોકોને હજુ બે દિવસ સુધી આ ગરમીમાંથી રાહત મળવાના કોઈ એંધાણ નથી. જીહા, હવામાન વિભાગે હજુ રાજ્યના મોટા ભાગના શહેરોમાં 2 દિવસ આકરી ગરમી પડવાની આગાહી કરી છે. 


Shocking! 27 વર્ષ પહેલા અચાનક ગાયબ થયેલો છોકરો પાડોશીના ઘરના ભોંયરામાંથી મળ્યો


જેમાં હવામાન વિભાગે શનિવાર માટે ઓરેન્જ એલર્ટ આપ્યું હતું. જ્યારે રવિવાર માટે યલો એલર્ટ જાહેર કર્યુ છે. રાજ્યમાં રવિવારે યલો એલર્ટ કયાં ક્યાં રહેશે તેની વાત કરીએ તોઅમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ,  તો મહેસાણા, પંચમહાલ, વડોદરા અને સુરતમાં પણ યલો એલર્ટ રહેશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી અને ભાવનગર, બોટાદ તેમજ કચ્છમાં યલો એલર્ટથી ગરમીનું ટોર્ચર લોકોએ સહન કરવું પડશે. 


Love Story: શું છે Kavya Maran નું રિલેશનશિપ સ્ટેટસ? પંત-અભિષેક સાથે રહ્યા છે રિલેશન


રાજ્યના લોકોને હજુપણ આ આકરી ગરમીમાંથી રાહત મળવાના એંધાણ નથી. હજુપણ હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. ત્યારે લોકોએ ગરમીનું ટોર્ચર સહન કરવાની તૈયારી રાખવી જ પડશે. તો બીજી તરફ હીટસ્ટ્રોકના કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. રાજ્યના મહાનગરોની હોસ્પિટલો હીટ સ્ટ્રોકના કારણે ઉભરાઈ રહી છે. જેમાં શનિવારની વાત કરીએ તો...


દેશનું એકમાત્ર શનિ મંદિર જ્યાં પત્નિ સાથે બિરાજમાન છે શનિદેવ, કપલની ઈચ્છાઓ પૂરી થાય


  • વડોદરામાં ગરમીથી વધુ 9 લોકોએ જીવ ગુમાવ્યો

  • સુરતમાં બેભાન થયાં બાદ 6 લોકો મોતને ભેટ્યાં

  • અમદાવાદમાં હીટસ્ટ્રોકના કારણે વધુ 2 દર્દીના મોત થયા

  • રાજકોટની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ


હાલ પડી રહેલી આકરી ગરમીના કારણે લોકો બિમાર પડી રહ્યા છે. ભરબપોરે ચક્કર ખાઈને બેભાન થઈ રહ્યા છે. આવું થવાનું કારણ હીટસ્ટ્રોક છે. ત્યારે હીટસ્ટ્રોક શું છે અને તેનાથી કઈ રીતે બચવું એ જાણવું ખુબ જરૂરી છે. 


ઓછા ખર્ચે બાલી ફરવા જવું હોય તો ઓગસ્ટ મહિનાનો IRCTC નો આ પ્લાન છે બેસ્ટ, જાણો વિગતો


હીટ સ્ટ્રોક એટલે શું? 


  • શરીરનું તાપમાન ઝડપથી વધી જાય છે

  • શરીર જાતે તાપમાનને નિયંત્રિત નથી કરી શકતું

  • શરીરની પરસેવો ઉત્પન્ન કરવાની ક્ષમતા ઘટી જાય છે

  • શરીર પોતાને ઠંડુ પાડવાની ક્ષમતા ખોઈ બેસે છે 


જ્યારે દર્દીને હીટસ્ટ્રોકની અસર થાય ત્યારે તે બેભાન થઈની પડી જાય છે, ક્યારેક તો મોતને પણ ભેટે છે. 


Stocks to BUY: મજબૂત ફંડામેંટલવાળા 5 દમદાર Stocks, આસમાને પહોંચશે ભાવ


હવે હીટ સ્ટ્રોકના લક્ષણોની વાત કરીએ તો....


  • પુરતુ પાણી ન મળતા વ્યક્તિ બેભાન થાય છે અથવા ચક્કર આવે છે

  • વધુ શ્રમ પડવાના કારણે શરીરના ધબકારા વધી જાય છે

  • આકરી ગરમીની અસરના કારણે ચામડી પર ચકામા પડી જાય છે. 

  • લોહીનો પ્રવાહ વધવાથી પગની ઘૂંટીઓ પર સોજો ચડી જાય છે

  • મૂંઝવણ વધતાં માનસિક સ્થિતિ બદલાય છે

  • બોલવામાં તકલીફ થવા લાગે છે 

  • શરીરનું તાપમાન વધી જતાં આંચકી પણ આવી શકે છે


હાલ અંગ દઝાડતી ગરમી પડી રહી છે. જેના કારણે લોકો હીટસ્ટ્રોકનો શિકાર થઈ રહ્યા છે. પરંતુ જો અમુક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો હીટસ્ટ્રોકથી બચી શકાય છે. હીટસ્ટ્રોક બચવા માટે શું ધ્યાન રાખવું તેની વાત કરીએ તો...


Onion: ભોજન સાથે રોજ ડુંગળી ખાવાથી લૂથી બચાવ થશે, જાણો ડુંગળી ખાવાના 5 ફાયદા


  • બપોરના સમયે ઘર બહાર નીકળવાનું ટાળો

  • ઘરની બહાર નીકળો તો ટોપી પહેરવાનું રાખો

  • ખુલ્લા કપડા પહેરવાનો આગ્રહ રાખો

  • સફેદ અથવા આછા રંગના કપડા પહેરો

  • ઘરની બહાર નીકળતા પહેલાં ખૂબ પાણી અને લીંબુ શરબત પીતાં રહો


હીટ સ્ટ્રોકથી બચવા માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબ રજનીશ પટેલે અગત્યની જાણકારી આપી છે, એ પણ જાણી લો. રાજ્યના લોકોને હજુ બે દિવસ સુધી આકરી ગરમીમાંથી રાહત મળવાની નથી. ત્યારે આ ગરમીથી બચવા માટે આપણે પોતે જ પોતાનું ધ્યાન રાખવું પડશે. જો સૂર્ય દેવતાની આ અગ્નિ પરીક્ષામાં આપણે અમુક બાબતોનું ધ્યાન રાખીશું, તો ચોક્કસ આ અગ્નિપરીક્ષામાંથી પણ આપણે પાસ થઈ જઈશું.