Bali Package: ઓછા ખર્ચે બાલી ફરવા જવું હોય તો ઓગસ્ટ મહિનાનો IRCTC નો આ પ્લાન છે બેસ્ટ, જાણો વિગતો

Bali Package: IRCTC એ તાજેતરમાં જ બાલી ટુર પેકેજ લોન્ચ કર્યું છે. જેમાં તમે ઓછા ખર્ચે બાલી ફરવા જઈ શકો છો. તો ચાલો તમને આ પેકેજની બધી જ વિગતો જણાવી દઈએ. IRCTC ના આ પેકેજનું નામ બ્લીસફુલ બાલી છે. બાલીની આ ટુર 5 રાત્રિ અને 6 દિવસની હશે. જેમાં ફ્લાઈટમાં મુસાફરી કરવાની રહેશે. 

Bali Package: ઓછા ખર્ચે બાલી ફરવા જવું હોય તો ઓગસ્ટ મહિનાનો IRCTC નો આ પ્લાન છે બેસ્ટ, જાણો વિગતો

Bali Package: બાલી ખૂબ જ સુંદર જગ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ફરવાના શોખીનો મોટી સંખ્યામાં બાલી ફરવા જઈ રહ્યા છે. લોકોના ડ્રિમ ડેસ્ટિનેશનમાં બાલીનું નામ પણ હોય છે. જો તમે પણ બાલીની સુંદરતાને એક્સપ્લોર કરવા માંગો છો અને તે પણ બજેટમાં રહીને તો આઈઆરસીટીસી તમારા માટે બેસ્ટ પેકેજ લઈને આવ્યું છે. 

IRCTC એ તાજેતરમાં જ બાલી ટુર પેકેજ લોન્ચ કર્યું છે. જેમાં તમે ઓછા ખર્ચે બાલી ફરવા જઈ શકો છો. તો ચાલો તમને આ પેકેજની બધી જ વિગતો જણાવી દઈએ. IRCTC ના આ પેકેજનું નામ બ્લીસફુલ બાલી છે. બાલીની આ ટુર 5 રાત્રિ અને 6 દિવસની હશે. જેમાં ફ્લાઈટમાં મુસાફરી કરવાની રહેશે. 

આ ટુર 28 ઓગસ્ટ 2024 ના રોજ શરુ થશે. આ પેકેજમાં બુકીંગ કરાવનારને રહેવા માટે હોટલની સુવિધા અને જમવાની સુવિધા મળશે. એટલે કે ટુર પેકેજમાં ફ્લાઈટ, હોટેલ અને ફુડ કોસ્ટ ઈન્ક્લુડ હશે. સાથે જ ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પણ કરાવવામાં આવશે. 

ટુર પેકેજનો ખર્ચ

જો આ ટ્રીપ પર તમે એકલા જવાના છો તો તમારે તેના માટે 97,000 ચુકવવા પડશે. જો કપલ કે બે વ્યક્તિથી વધુનું બુકિંગ હોય તો પ્રતિવ્યક્તિ 91,000 રૂપિયા ચાર્જ થશે. બાળકો માટે અલગ ચાર્જ ચુકવવો પડશે. જો બેડ સાથે બાળકનું બુકિંગ હોય તો 82,000 અને બેડ વિના બાળકનું બુકિંગ હોય તો 78,000 ચાર્જ થશે. આ ચાર્જ 5 થી 11 વર્ષના બાળકોમાં લાગુ થશે.

આઈઆરસીટીસીએ ટ્વીટ કરીને આ પેકેજ અંગે જાણકારી આપી છે. જેમાં જણાવાયું છે કે તમે બાલીના મનમોહક દ્રશ્યોના દિદાર કરવા માંગો છો તો આ શાનદાર પેકેજનો લાભ લઈ શકો છો. આ પેકેજનું બુકિંગ આઈઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી થશે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news